જાણો બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ડુંગળી કેટલી થઇ મોંઘી

ડુંગળીની ફાઇલ તસવીર

ભારતમાં વધેલા ડુંગળીના ભાવની આગે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ જેવા પાડોશી દેશોને દઝાડ્યા છે.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ અત્યારે ગુજરાત સહિત ભારત દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે પડોશી દેશોમાં પણ ડુંગળીના ભાવમાં અસર થઇ છે. તાજેતરમાં બાંગ્લાદેશના ((Bangladesh)) પ્રધાનમંત્રી શેખ હસીના (PM Sheikh Hasina) ભારતની (India) મુલાકાતે આવ્યા હતા ત્યારે એક વાત કહી હતી. જ્યારથી ભારતે ડુંગળી (Onions) નિકાસ રોકી દીધી છે ત્યારથી તેમને ખુબજ તકલીફ પડી રહી છે. બાંગ્લાદેશમાં ડુંગળીની ખુબ જ માંગ છે. ભારતના છૂટક માર્કેટમાં ડુંગળીનો ભાવ 40થી 50 રૂપિયા કિલો છે. તાજેતરમાં ડુંગળીના ભાવમાં ભારે ઉછાળો પણ જોવા મળ્યો હતો. ત્યારે સરકારે ડુંગળીના ભાવને કાબુમાં લાવા માટે દાવો કર્યો હતો. અને ભારતની બહાર ડુંગળીની નિકાસ ઉપર રોક લગાવી દીધી હતી. એનાથી પાડોશી દેશોમાં ડુંગળીના ભાવમાં આગ લાગી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ડુંગળીની ભારે માંગ છે.

  પાકિસ્તાનમાં પર્યાપ્ત માત્રામાં ડુંગળીનું ઉત્પાદન થાય છે. પરંતુ બાંગ્લાદેશને સામાન્ય રીતે ભારતથી આવનારી ડુંગળી ઉપર આધાર રાખવો પડે છે. સ્થાનિક સ્તરે ડુંગળીનું ઉત્પાદન થાય છે પરંતુ તે માંગની સરખામણીમાં ઘણું ઓછું થાય છે.

  બાંગ્લાદેશણાં અત્યારે ડુંગળીની કિંમતમાં 110થી 120 ટકા પ્રતિ કિલો ભાવ પહોંચ્યો છે. જેનાથી બાંગ્લાદેશમાં લોકોને બારે હાલાકી પડી રહી છે. કારણે બાંગ્લાદેશમાં લોકોના ખાવામાં ડુંગળી ફરજિયાત ઉપયોગ થાય છે. માનવામાં આવી રહ્યું છે કે, સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ડુંગળીના ભાવમાં એક દિવસમાં 70 ટકાથી વધારેનો ઉછાળો નોંધાયો હતો. જેનું કારણ ભારતે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો.

  આ પણ વાંચોઃ-નવરાત્રી ઉપર ઇમાનદાર કરદાતાઓને મોદી સરકારે આપી મોટી ભેટ

  બાંગ્લાદેશા સમાચાર પત્ર ડેઇલી સ્ટાર પ્રમાણે બાંગ્લાદેશમાં આ પહેલા ડુંગળીના ભાવ આટલા ક્યારેય વધ્યા નથી. જેટલા અત્યારે વધ્યા છે. ભારતે નિકાસ ઉપર પ્રતિબંધ લગાવ્યા બાદ બાંગ્લાદેશમાં ડુંગળીની જમાખોરી થવાનું શરુ થયું છે. ભારતના એક રૂપિયાની કિંમત બાંગ્લાદેશણાં 1.1190 ટકા બરાબર છે.

  આ પણ વાંચોઃ-તહેવારોની સિઝનમાં SBIએ ગ્રાહકો માટે લૉન્ચ કરી આ ખાસ સુવિધા

  પાકિસ્તાનમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો છે
  પાકિસ્તાનમાં ઓનલાઇન શાકભાજી વેચનાર કંપની કાર્ટપીકે ડોટ કોમ પ્રમાણે પાકિસ્તાનામાં ડુંગળીની કિંમત આ દિવસોમાં સૌ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જોકે, પાકિસ્તાનમાં ડુંગળી પર્યાપ્ત માત્રામાં પેદા થાય છે. જ્યારે ભારતમાં ડુંગળીની માંગ વધે ત્યારે પાકિસ્તાનમાંથી ડુંગળીની આયાત કરવી પડે છે. જોકે પાકિસ્તાનમાં બીજી શાકભાજીઓના ભાવ પણ આકાશે અડ્યા છે.

  આ પણ વાંચોઃ-આનંદોઃ દિવાળી પહેલા છ કરોડ લોકોના ખાતામાં આવશે વઘારે પૈસા

  નેપાળમાં શું છે ડુંગળીનો ભાવ
  ભારતના પાડોશી દેશ નેપાળમાં ડુંગળની કિંમતો 120થી 130 નેપાળી રૂપિયા પ્રતિ કિલો છે. આ ઉપરાંત ટામેટાના ભાવ પણ 80-90 નેપાળી રૂપિયા છે.
  Published by:ankit patel
  First published: