Home /News /world /

કિમ યો જોંગઃ પડદા પાછળ રહીને ઉ. કોરિયાનું શાસન ચલાવે છે આ યુવતી!

કિમ યો જોંગઃ પડદા પાછળ રહીને ઉ. કોરિયાનું શાસન ચલાવે છે આ યુવતી!

કિમ યો જોંગ (ફાઇલ તસવીર)

    ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પહેલીવાર કોઈ રાજકીય નેતા સાથે બેઠક માટે પોતાના દેશની બહાર નીકળ્યા છે. તેમનું જીવન ખૂબ જ રહસ્યમય માનવામાં આવે છે. ગત વર્ષે જ તેમણે પોતાની નાની બહેન કિમ યો જોંગને પાર્ટીની પોલિટ બ્યૂરોની સભ્ય બનાવીને મોટી જવાબદારી આપી દીધી હતી. ઉત્તર કોરિયાની સૌથી મોટી સરકારી એજન્સી કેસીએનએના જણાવ્યા પ્રમાણે યો જોંગ હવે દેશના તમામ મોટા નિર્ણયોમાં મહત્વની ભૂમિકા નિભાવી શકશે.

    યો જોંગ વર્ષ 2014થી જ કિમની રાજકીય સલાહકાર છે. એવું કહેવામાં આવે છે કે શાસનને લઇને લેવામાં આવતા મહત્વના નિર્ણય તેની મંજૂરી બાદ જ લેવામાં આવે છે. યો જોંગ ભાગ્યે જ મીડિયા સામે આવે છે. તેને 'લેડી સરમુખત્યાર'ના નામે પણ ઓળખવામાં આવે છે.

    કોણ છે કિમ યો જોંગ?

    યો જોંગ કિમ જોંગથી ચાર વર્ષ નાની છે. તેનો જન્મ 26મી સપ્ટેમ્બર 1987માં થયો હતો. તેને હંમેશા જ કિમની લાડકી માનવમાં આવે છે. એવું કહેવામાં આવે છે કે યો જોંગે પણ કિમની જેમ જ નામ બદલીને વર્ષ 1996થી 2000 સુધી સ્વિટ્ઝલેન્ડમાં અભ્યાસ કર્યો હતો. તેને કિમની નોકરાણીની પુત્રી તરીકે ઓળખ આપવામાં આવી હતી.

    યોએ સીનિયર સેકન્ડરીનો અભ્યાસ ઉત્તર કોરિયામાં કર્યો હતો, બાદમાં તેનો અભ્યાસ કિમ ઇલ સૂંગ મિલિટરી યુનિવર્સિટીમાં થયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યો જોંગ અંગ્રેજી અને જર્મન ભાષામાં ખૂબ જ સારી રીતે વાતચીત કરી શકે છે. યો જોંગે પોતાની પાર્ટીના સેક્રેટરી ચોએ યોંગ હેના પુત્ર સાથે લગ્ન કર્યા હતા, જેનું ચાર વર્ષ પહેલા અકસ્માતમાં મોત થયું હતું.

    ભાઇ કિમ સાથે યો જોંગ


    કિમ જોંગ કરવા વધારે ચતુર છે યો જોંગ

    ઉત્તર કોરિયાના મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કિમનું આખું શાસન યો જોંગ જ સંભાળે છે. તે પ્રથમ વખત 2010ના વર્ષમાં પિતા સાથે વર્કર્સ પાર્ટી ઓફ કોરિયાના કન્વેન્શનમાં જોવા મળી હતી. તેના ત્રણ બાદ તે પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં નજરે આવી હતી. વર્ષ 2014થી તે રાજકીય સલાહકાર તરીકે તેના ભાઇની મદદ કરવા લાગી હતી.

    શું કરે છે યો જોંગ?

    ગાર્ડિયનના એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે યો જોંગ કિમ માટે ભરતી, બઢતી અને પ્રચારનું કામ કરે છે. કિમ સરકાર માટે પ્રચારનું આખું કામ યો જોંગ જ કરે છે. યો જોંગ જ કિમ આંતરરાષ્ટ્રીય મીડિયામાં છવાયેલા રહે તે માટેની વ્યવસ્થા કરે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમની વચ્ચે તણાવના પાછળ પણ યો જોંગનું જ દિમાગ હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Kim Jong UN, North korea, Singapore, Trump

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन