શનિ દેવની પૂજા કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવાથી ફળ સારાં મળે છે

શનિદેવ અઢી વર્ષ ધન રાશિમાં ભ્રમણ કર્યા બાદ હવે મકર રાશિમાં પ્રવેશ કરશે.

 • Share this:
  શનિ દેવની પૂજા કેવી રીતે કરવી?

  સવારે વહેલા ઊઠી સ્નાન કરી શુદ્ધ થઈને શનિ દેવનું સતત સ્મરણ કરો. પછી કોઈ પણ શનિ દેવના મંદિરમાં તેમનું પૂજન કરવું. શનિ દેવની પૂજા માટેનો મંત્રઃ ૐ શં શનૈશ્ચરાય નમઃ આ મંત્રનો જાપ કરતી વખતે શનિ દેવ પર સરસોંનું તેલ ચઢાવો. તેમને કાળા તલ પણ અર્પણ કરો અને એનો ભોગ પણ ધરાવો. ત્યાર બાદ પિપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવીને એની પરિક્રમા કરો. એ બાદ હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ વધુ પ્રસન્ન થાય છે.

  અગર જો શક્ય હોય તો વ્રત રાખો

  શનિવારે શનિ દેવનું વ્રત કરવાથી સાડાસાતીની અસર ઓછી થઈ જાય છે. આ વ્રત ત્યારે કરો જ્યારે તમે સંપૂર્ણ નિયમોનું પાલન કરતા હોવ. શનિ દેવ ક્રોધિત થવાવાળા દેવ તરીકે ઓળખાય થાય છે. એટલે તેમને નારાજ કરવાનો કોઈ મોકો ન આપો. શનિના વ્રતમાં શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો. તલનું તેલ અને કાળા અડદનું દાન કરો. ક્ષમતા મુજબ બ્રાહ્મણો-મજબૂરોને ભોજન કરાવી લોખંડની વસ્તુ, પૈસા વગેરેનું દાન કરવું. દિવસમાં ફક્ત એકવાર જ ભોજન કરો.

  શનિવારે શનિદેવના આશીર્વાદ મેળવવા માટે તેમના મંત્રના જાપની સાથે આ બાબતોનું પણ ધ્યાન રાખોઃ

  1. ઘરમાં શનિદેવની મૂર્તિ ક્યારેય ન રાખો. તેમની તેમના મંદિરમાં જ પૂજા કરો અથવા મનમાં તેમનું સ્મરણ કરી તેમની પૂજા કરો.


  2.  પ્લાસ્ટિકના વાસણથી તેમને તેલ ચઢાવાથી દૂર કરો. શ્રેષ્ઠ રીત એ છે કે શનિ દેવને લોખંડના વાસણમાં તેલ લઈ ચઢાવો. તેમને તેલ ચઢાવતાં પહેલાં તેલમાં તમારો ચહેરો જોઈ લેવો.

  3. શનિ દેવને તેલ સાથે કાળા તલ, કાળા અડદ અથવા કોઈ કાળી વસ્તુની ભેટ ધરો.

  4. શનિવારે પૂજા દરમિયાન શનિ દેવનો કોઈપણ મંત્ર અથવા શનિ ચાળીસાનો જાપ કરો. પછી હનુમાનજીની પૂજા પણ કરો.

  5. ક્યારેય કોઈ મજબૂર કે ગરીબની મજાક કે અપમાન ન કરો, કારણ કે કોઈ મજબૂરનું અપમાન કરનારની પૂજા શનિ દેવ ક્યારેય સ્વીકારતા નથી.
  Published by:Sanjay Joshi
  First published: