Video: કાબુલ રોકેટ બ્લાસ્ટમાં 2 લોકોના મોત, અમેરિકી સ્ટાફને નિશાન બનાવવા માટે ISISએ કર્યો હુમલોઃ સૂત્ર

હુમલાની તસવીર

explosion near Kabul airport: આ હુમલાનો એક વીડિયો (kabul rocket attack video) પણ સામે આવ્યો છે. જેમાં એક ઘરમાંથી ધૂમાડો નીકળતો દેખાઈ રહ્યો છે. રવિવારે સવારે જ અમેરિકી સૈન્ય કમાન્ડરે કહ્યું હતું કે આગામી 24થી 36 કલાકની અંદર કાબુલ એરપોર્ટ (kabul airport) ઉપર વધુ એક આતંકી હુમલો થઈ શકે છે.

  • Share this:
    કાબુલઃ અફઘાનિસ્તાનની (Afghanistan update) રાજધાની કાબુલમાં (kabul news) ગુરુવારે બે બોમ્બ વિસ્ફોટ થયા બાદ (rocket blast in bakul) રવિવારે એકવાર ફરીથી બ્લાસ્ટ થયાના સમાચાર આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. અફઘાની મીડિયા રિપોર્ટ (Afghani media) પ્રમાણે આ ધડાકો બુગ્રા વિસ્તારમાં થયો હતો. સૂત્રોનું કહેવું છે કે આ ધડાકો આઈએસઆઈએસે (ISIS) અમેરિકી સ્ટાફને નિશાન બનાવવા માટે કર્યો હતો. બ્લાસ્ટને અંજામ આપવા માટે એક મકાનથી રોકેટ છોડવામાં આવ્યું હતું. રોકેટના હુમલામાં (Rocket attack in kaubl) બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયાના સમાચાર છે.

    આ હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક ઘરમાંથી ધૂમાડો નીકળતો દેખાઈ રહ્યો છે. રવિવારે સવારે જ અમેરિકી સૈન્ય કમાન્ડરે કહ્યું હતું કે આગામી 24થી 36 કલાકની અંદર કાબુલ એરપોર્ટ ઉપર વધુ એક આતંકી હુમલો થઈ શકે છે.

    અમેરિકી વિદેશ વિભાગે ગુપ્ત માહિતીના આધારે આ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, અમેરિકી નાગરિકો આ સમયે એરપોર્ટ અને તેના દરેક ઘેટ સુધી જવા માટે બચવું જોઈએ. આ ચેતવણીમાં ખાસ તરીકે દક્ષિણ ગેટ અને એરપોર્ટના ઉત્તર પશ્ચિમથી પંજશીર પેટ્રોલ સ્ટેશન સમીપ ગેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.



    ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા શ્રેણીબદ્ધ ધડાકાથી રાજધાની કાબુલ ધ્રુજી ઉઠ્યું હતું. કાબુલ એરપોર્ટ પાસે ગુરુવારે એકપછી એક અનેક ધડાકા થયા હતા. જેમાં 169 અફઘાનિસ્તાન નાગરિકો અને 13 અમેરિકી સૈનિકોનો જીવ ગયો હતો.

    આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મીન રાશિના જાતકો માટે સપ્તાહ છે આકરી મહેનતવાળું, જાણો રાશિફળ

    ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ઉપર તાલિબાનો દ્વારા કબ્જો મેળવ્યા બાદ સ્થાનિક લોકો અને વિદેશી લોકોમાં ભયનો માહોલ છવાયેલો છે. એટલું જ નહીં અફઘાનિસ્તાન દેશ છોડીને લોકો વિદેશમાં જવા માટે એરપોર્ટની બહાર ધામા નાંખ્યા છે.

    આ પણ વાંચોઃ-વડોદરાઃ મંગેતરને મળીને આવતી યુવતીને કારે અડફેટે લેતા મોત, લગ્ન પહેલા પુત્રીના મોતથી પરિવારનું હૈયાફાટ રુદન

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકની આત્મહત્યા, કાળુ- રાજુ-ભગા રબારી સહિત પાંચ લોકોના ત્રાસનો આક્ષેપ

    આવી પરિસ્થિતિ વચ્ચે કાબુલ એરપોર્ટ બહાર આત્મઘાતી હુમલાઓ થયા હતા. જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ અમેરિકી સેનાએ એરસ્ટ્રાઈક કરીને આતંકીઓને શબક શીખવાડ્યો હતો.  ત્યારબાદ અમેરિકીઓ ઉપર હુમલો થવાની પણ ચેતવણી આપી હતી. ત્યારબાદ આજે રવિવારે એરપોર્ટ બહાર રોકેટ વડે હુમલો કર્યો હતો.
    Published by:ankit patel
    First published: