તિરંગાનું અપમાન કરી રહેલા લોકો સામે લડી મહિલા, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: August 18, 2019, 4:19 PM IST
તિરંગાનું અપમાન કરી રહેલા લોકો સામે લડી મહિલા, વીડિયો વાયરલ
તિરંગાનું અપમાન કરી રહેલા લોકો સાથે ટકરાઈ મહિલા, વીડિયો વાયરલ

મહિલા પત્રકારની આ બહાદુરી માટે સોશિયલ મીડિયા પર લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે

  • Share this:
લંડનમાં તિરંગાનું અપમાન કરી રહેલા પાકિસ્તાન અને ખાલિસ્તાન સમર્થકો સાથે એક ભારતીય મહિલા પત્રકાર લડી હતી અને હિંમત બતાવતા તેમની પાસેથી તિરંગો લઈ લીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. મહિલા પત્રકારની આ બહાદુરી માટે સોશિયલ મીડિયા પર લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.

કહેવાઈ રહ્યું છે કે સ્વતંત્રતા દિવસના પ્રસંગે લંડનમાં ભારતીય હાઇ કમિશનની બહાર આઝાદીની ઉજવણી કરવામાં આવી રહી હતી. હાઇ કમિશને તિરંગો ફરકાવ્યો ત્યારે ત્યાં કેટલાક પાકિસ્તાન અને ખાલિસ્તાન સમર્થકો પહોંચી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. આ લોકોએ ભારતીય હાઇ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ત્યાં હાજર રહેલા લોકો સાથે રકઝક કરવા લાગ્યા હતા. આ દરમિયાન ત્યાં રહેલા ખાલિસ્તાની સમર્થક તિરંગાનું અપમાન કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર રહેલી મહિલા પત્રકાર પૂનમ જોશી પોતાને રોકી શકી ન હતી અને પાકિસ્તાન-ખાલિસ્તાન સમર્થકો સાથે લડવા લાગી હતી. પૂનમે વિરોધ કરી રહેલા લોકો પાસેથી તિરંગો લઈ લીધો હતો.

આ પણ વાંચો - JNUનું નામ બદલીને મોદીના નામ પર MNU કરી દો : હંસરાજ હંસવીડિયો સમાચાર એજન્સી એએનઆઈએ લંડન હાઇ કમિશનની બહાર થયેલી આ ઘટનાનો વીડિયો જાહેર કરતા લખ્યું હતું કે પત્રકાર પૂનમ જોશી લંડન સ્થિત હાઇ કમિશનની બહાર સ્વતંત્રતા દિવસ સમારોહનું કવરેજ કરવા માટે ગઈ હતી. તે સમયે આ ઘટના બની હતી. ભારતીય પત્રકારની આ બહાદુરી માટે સોશિયલ મીડિયા ઉપર લોકો તેની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા ઉપર પૂનમની બહાદુરીવાળો વીડિયો વાયરલ થયા પછી લોકો તેને સલામ કરી રહ્યા છે. યૂઝર્સનું કહેવું છે કે પૂનમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સન્માન મળવું જોઈએ. એક યૂઝરે લખ્યું હતું કે ભારતીય નારી, આતંકીઓ ઉપર ભારે.
First published: August 18, 2019
વધુ વાંચો
अगली ख़बर