Home /News /world /H-1B વિઝાને લઈને નવી નીતિઓ લાગુ કરશે Joe biden, ગ્રીન કાર્ડ ઉપર પણ લેશે નિર્ણય

H-1B વિઝાને લઈને નવી નીતિઓ લાગુ કરશે Joe biden, ગ્રીન કાર્ડ ઉપર પણ લેશે નિર્ણય

ફાઈલ તસવીર

અમેરિકામાં H-1B વિઝા ધારક સહિત ઉચ્ચ કૌશલવાળા વિઝાની સંખ્યામાં વધારો કરવામાં આવે. બાઈડન પ્રશાસન જો આવું કોઈ પગલું ઉઠાવશે તો આનાથી હજારો ભારતીય પ્રોફેશનલ્સને લાભ મળી શકે છે.

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બાઈડન (Joe Biden) ચૂંટાઈને આવવું એ H-1B વિઝા ધારકો માટે સારા સમાચાર થઈ શકે છે. ઉલ્લેખનીય છેકે બાઈડનની યોજના છે કે અમેરિકામાં H-1B વિઝા ધારક સહિત ઉચ્ચ કૌશલવાળા વિઝાની સંખ્યામાં વધારો કરવામાં આવે. બાઈડન પ્રશાસન જો આવું કોઈ પગલું ઉઠાવશે તો આનાથી હજારો ભારતીય પ્રોફેશનલ્સને (Indian Professionals in USA) લાભ મળી શકે છે. જોકે, કમલા હૈરિસ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આવામાં હવે આશા કરી શકાય કે ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B વિઝા ધારકોને પતિ/પત્નીને વર્ક પરમિટ (Work Permit in USA)નો નિર્ણય પલટી શકાશે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા પ્રતિબંધ બાદ મોટી સંખ્યમાં અમેરિકામાં રહેનારા ભારતીય પરિવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ (USA new president) જો બાઈડન (joe biden) પાંચ લાખ ભારતીયો (Indians) સહિત 1 કરોડ 10 લાખ એવા અપ્રવાસીઓને અમેરિકી નાગરિકતા (US citizenship) આપવા માટે રોડમેપ તૈયાર કરશે. જેમની પાસે દસ્તાવેજ નહીં. આ ઉપરાંત તે વાર્ષિક ન્યૂનતમ 95,000 શર્ણાર્થિઓને અમેરિકામાં પ્રવેશ (Entry In America) આપવાની પણ પ્રણાલી પણ બનાવશે. બાઈડનના અભિયાન દ્વારા રજૂ એક નીતિગત દસ્તાવેજમાં આ જાણકારી આપવામાં આવી છે.

દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે તે બાઈડન ટૂંક સમયમાં કોંગ્રેસમાં એક આવ્રજન સુધાર કાનૂન પસાર કરવાનું કામ શરુ કરશે. જેના થકી અમારી પ્રણાલીને આધુનિક બનાવવામાં આવે. આમ પાંચ લાખથી વધારે ભારતીયો સહિત લગભગ 1 કરોડ 1- લાખ જેમની પાસે દસ્તાવેજ નથી અપ્રવાસીઓને અમેરિકી નાગરિકતા પ્રદાન કરવાનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. જેમની પાસે દસ્તાવેજ નથી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 6 વર્ષના બાળકે રમતા રમતા બેટરીનો સેલ નાકમાં નાંખ્યો, પાંચ મહિને બહાર કઢાયો

દસ્તાવેજ અનુસાર તે અમેરિકામાં વાર્ષિક 1,25,000 શર્ણાર્થીઓને પ્રવેશ આપવા માટે લક્ષ્ય નિર્ધારિત કરશે. આ ઉપરાંત તેઓ વાર્ષિક ન્યૂનતમ 95,000 શર્ણાર્થીઓને દેશમાં પ્રવેશ આપવા માટે કોંગ્રેસની સાથે કામ કરશે. બાઈડનથી પહેલા ચાર વર્ષ સુધી અમેરિકી રાષ્ટ્રપતિ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી ફર્સ્ટનો નારો આપતા પ્રવાસીઓને નાગરિક્તા આપવાના નિયમોને કડક બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! 90 કલાક સુધી ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન, બોરવેલમાં પડેલો પાંચ વર્ષનો પ્રહલાદ જિંદગીની જંગ હરી ગયો

રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન બાઈડન પ્રચાર અભિયાન દ્વારા રજૂ કરેલી એક નીતિ પત્રમાં એ પણ કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ નિર્વાચિત જો બાઈડનના પ્રશાસન ભારતના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાઈ સદસ્ય બનાવવામાં મદદ કરશે. આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં સહયોગ ચાલું રાખવા જેવા પગલાં ભરવાની સાથે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ઉચ્ચ પ્રાથમિક્તા આપશે.

આ પણ વાંચોઃ-કમ્પ્યુટર બાબાના આશ્રમમાંથી આલીશાન બાથરુમ, તલવારો અને બંદૂક મળી, 80 કરોડની જમીન ઉપર કર્યો હતો કબ્જો

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો જો બાઈડને શનિવારે રિપબ્લિકન પાર્ટીના પોતાના પ્રતિદ્વંદ્વી ડોનાલ્ડ ટ્રમ્પને કડી ટક્કરથી હરાવ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા પછી બાઈડન પાસ અમેરિકા અને ભારત વચ્ચે સંબંધો મજબૂત કરવા માટે તેમના 14 વર્ષ જૂના સપનાને પુરું કરવાની એક તક મળી છે.
" isDesktop="true" id="1044510" >આને જૂનું સપનું એટલા માટે કહી શકાય કારણ કે બાઇડને ડિસેમ્બર 2006માં એક સમાચાર પત્ર સાથે વાતચીત કરતા કહ્યું હતું. મારું સપનું 2020માં દુનિયાના બે સૌથી નજીકના દેશો ભારત અને અમેરિકા છે. જો આવું થશે તો દુનિયા પહેલાથી વધારે સુરક્ષિત થશે. બાઈડન પ્રચાર અભિયાન દ્વારા રજૂ કરવામાં આવેલા નીતિ પત્રમાં પણ આ વાતનું પુનઃરાવર્તન કર્યું હતું.
First published:

Tags: Joe biden, અમેરિકા

विज्ञापन