ભારતમાં જિન્નાહના ફોટા સામે વિરોધ પણ પાકિસ્તાનમાં મહાત્મા ગાંધીની તક્તિને આદર!

News18 Gujarati
Updated: May 10, 2018, 2:09 PM IST
ભારતમાં જિન્નાહના ફોટા સામે વિરોધ પણ પાકિસ્તાનમાં મહાત્મા ગાંધીની તક્તિને આદર!

  • Share this:
ભારતમાં અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે વર્ષોથી લગાડેલા મોંહમંદ અલી જિન્નાહના ફોટોને લઇને હિંદુવાદી સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે ત્યારે પાકિસ્તાનમાં મહાત્મા ગાંધી તક્તિ ખુબ આદરથી લગાડવામાં આવેલી છે.
બુધવારે અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ તારિક મન્સૂરે આ વિવાદને કોઇ મુદ્દો નથી એમ જણાવ્યું હતું. પણ આ ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી છે અને વૈચારિક મતભેદ ધરાવતા લોકો વિશે પણ સન્માનથી જોવાની વાતને લઇને ચર્ચા જાગી છે.

પાકિસ્તાનના જનક એવા જિન્નાહનો ફોટો ભારતમાં ન હોવો જોઇએ એ વિચાર વચ્ચે પાકિસ્તામાં એક બિલ્ડીંગમાં ભારત દેશના પિતા એવા મહાત્મા ગાંધીની તક્તિ ખુબ આદરથી લગાવવામાં આવેલી છે. કરાંચી ચેમ્બર ઓફ કોમર્સના બિલ્ડીંગમાં મહાત્મા ગાંધીની તક્તિ લગાડેલી છે. આ તક્તિ વર્ષો પહેલા ભારતના જોધપરુથી લઇ જવામાં આવેલા મટિરીયલમાંથી બનાવવામાં આવેલી હતી.

ગયા અઠવાડિયે ભારતના રાજદૂત અજય બિસારીયાએ મહાત્મા ગાંધીની આ તક્તિ સાથે સેલ્ફી લીધી હતી. હિદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, અજય બિસારિયાએ પત્રકારોને જણાવ્યું કે, અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે જે બન્યું એ બાબતે મારે કશું કહેવું નથી પણ હું એટલુ કહીશ કે આપણે બંને દેશના નેતાઓને સન્માન આપવું જોઇએ.

આ અગાઉ, યોગા ગુરુ બાબા રામદેવે અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં રહેલા મોહમંદ અલી જિન્નાહના ફોટા વિશે કહ્યું કે, મુસ્લિમો ફોટો અને મૂર્તિઓને મહત્વ નથી આપતા તેથી તેમણે જિન્નાહના ફોટા વિશે બહુ ચિંતા કરવાની જરૂર નથી. મુસ્લિમો ચિત્રો અને મૂર્તિઓમાં વિશ્વાસ રાખતા નથી. એટલે તેમણે આ વિશે ચિંતા જ ન કરવી જોઇએ. જિન્નાહનું ભૂત પ્રકાશમાં આવ્યુ છે. પાકિસ્તાનના જનક તેના દેશ માટે સારા પણ ભારત દેશની અખંડિતતા માટે એ આદર્શ નથી.

અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વર્ષોથી લગાવેલા જિન્નાહના ફોટા વિશે ભાજપે વિવાદ ઉભો કર્યો છે. ભાજપના સાંસદ સતિષ ગૌતમે આ વિશે કુલપતિને પત્ર લખી તેને દૂર કરવા જણાવ્યુ હતું. યુનિવર્સિટીના સત્તાધીશોએ કહ્યું કે, મોંહમદ અલી જિન્નાહ યુનિવર્સિટીના સ્થાપક સભ્ય હતા અને તેઓ આજીવન સભ્ય પણ હતા. આ પછી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ભાજપ પ્રેરિત સંગઠનોએ માંગણી કરી હતી કે, જિન્નાહનો ફોટો અહીંથી દૂર કરવામાં આવે.આ મુદ્દો ગરમાયો છે અને વિવાદ થયો છે. આ વિવાદને કારણે યુનિવરર્સિટીએ પરીક્ષાની તારીખો પણ બદલવી પડી છે.
First published: May 10, 2018, 2:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading