Home /News /world /પાકિસ્તાનની આર્મી હોસ્પિટલમાં બ્લાસ્ટ, મસૂદ અઝહર ઘાયલ - રિપોર્ટ

પાકિસ્તાનની આર્મી હોસ્પિટલમાં બ્લાસ્ટ, મસૂદ અઝહર ઘાયલ - રિપોર્ટ

જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહર (ફાઇલ ફોટો)

માનવાધિકાર કાર્યકર્તા મિયાખેલે આરોપ લગાવ્યો કે આર્મીએ મીડિયાને ઘટનાને કવર કરવાથી રોકી દીધું છે

ન્યૂઝ18 ગુજરાતી : પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને લઈ મોટા અહેવાલ આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાવલપિંડી શહેરની આર્મી હોસ્પિટલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં મસૂદ અઝહર સહિત 10 આતંકી ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. રવિવારની સાંજે આર્મી હોસ્પિટલમાં બોમ્બ બ્‍લાસ્ટ થયો હતો. બીમાર આતંકી મસૂદ અઝહરની આ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, News18 આ દાવાઓની પુષ્ટિ નથી કરતું.

'ઈન્ડિયા ટુડે'ના અહેવાલ મુજબ, ક્વેટાના એક માનવાધિકાર કાર્યકર્તા અહસાન ઉલ્લાહ મિયાખેલે આરોપ લગાવ્યો કે આર્મીએ મીડિયાને આ ઘટનાને કવર કરવાથી રોકી દીધું છે. તેઓએ એમ પણ દાવો કર્યો કે યૂએન દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવેલા આતંકવાદી જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને તે જ હોસ્પિટલમાં દાખલ છે જ્યાં વિસ્યોટ થયો છે.

હોસ્પિટલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ઘાયલો અને મૃતકોની પુષ્ટિ સંખ્યા અધિકૃત ખુલાસો નથી થઈ શક્યો, પરંતુ સૂત્રોએ ઓછામાં ઓછા 16 લોકોને ગંભીર હાલતમાં આઈસીયૂમાં દાખલ કરવાની વાત કહી છે. મસૂદ અઝહર પણ આઈસીયૂમાં જ સારવાર લઈ રહ્યો છે. હાલ વિસ્ફોટના કારણો વિશે જાણી નથી શકાયું.

આ પણ વાંચો, ધાર્મિક આઝાદી પર USના રિપોર્ટને ભારતે ફગાવ્યો : 'બીજા દેશ ન જણાવી શકે ભારતીયોનો હાલ'
First published:

Tags: 26/11 mumbai attack, Jaish e Mohammad, Masood-azhar, Rawalpindi, આતંકવાદ, ભારત-પાકિસ્તાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો