ન્યૂઝ18 ગુજરાતી: કેબિનેટમાં વિદેશ મંત્રી બનેલા એસ જયશંકર હવે પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનાં પદ ચિન્હો પર ચાલવાનું શરૂ કરી દીધુ છે. આ માટે જયશંકરે પહેલાં પણ ખુલીને કહ્યું હતું કે, સુષમાનાં પદચિન્હો પર ચાલવું તેમનાં
માટે ગર્વની વાત હશે. આ સંબંધમાં તેમની એક ટ્વિટ પણ આવી હતી. જેનું ઉદહારણ પણ શનિવારે રાત્રે તેમણે આપી દીધું. દુનિયાભરમાં હાજર ભારતીયોની મદદ માટે જાણીતા સુષમાની જેમ જ વિદેશ મંત્રી જયશંકરે હવે ટ્વટિર દ્વારા લોકોની ફરિયાદ સાંભળીને મદદ સાંભળવાનું શરૂ કરી દીધુ છે.
મહિલાને આપ્યું મદદનું આશ્વાસન-એક મહિલાએ ટ્વીટ કરી વિદેશ મંત્રી જયશંકર અને મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીને અપીલ કરીકે મેરી બે વર્ષની બાળકી અમેરિકામાં છે અને હું ભારતમાં છું. મારો તેની સાથે સંપર્ક નથી
થઇ રહ્યો. અને 6 મહિનાથી હું પ્રયાસ કરું છું મારી મદદ કરો.
જેનાં જવાબમાં જયશંકરે કહ્યું કે, આપની દરેક સંભવ મદદ કરવામાં આવશે. અમારા રાજદૂત હર્ષવર્ધન શ્રીંગલા આ મામલે કામ શરૂ કરી દીધુ છે. આપ અમેરિકામાં હાજર ભારતીય દૂતાવાસને સંપૂર્ણ જાણકારી આપો.
ભારતીય દૂતાવાસ અને શ્રીંગલાને કર્યા ટેગ
પોતાની પોસ્ટની સાથે જ જયશંકરે અમેરિકામાં હાજર ભારતીય દૂતાવાસ અને રાજદૂત હર્ષવર્ધન શ્રીંગલાને ટેગ કર્યા છે. સાથે જ મહિલાને સંપૂર્ણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં તેની સમસ્યાનું નિવારણ આવશે.