Home /News /world /

નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ થતા 6 લોકોના મોત, એક મહિલાને બચાવી

નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ થતા 6 લોકોના મોત, એક મહિલાને બચાવી

Representative image (Reuters)

નેપાળમાં ઢેડિંગ જિલ્લા અને નુવાકોટ બોર્ડર વચ્ચે આ હેલિકોપ્ટર રડારથી ગાયબ થઈ ગયું હતું. આ પછી થોડા સમય બાદ દુર્ઘટનાના સમાચાર આવ્યા હતા

    નેપાળમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ હેલિકોપ્ટરમાં લાત લોકો સવાર હતા. જેમાંથી 6 લોકોના મોત થયા છે. એક મહિલાને બચાવી લેવામાં આવી છે. આ ક્રેશ હેલિકોપ્ટરનો કાળમાળ સત્યવતીના જંગલોમાં મળી આવ્યો છે. નેપાળમાં ઢેડિંગ જિલ્લા અને નુવાકોટ બોર્ડર વચ્ચે આ હેલિકોપ્ટર રડારથી ગાયબ થઈ ગયું હતું. આ પછી થોડા સમય બાદ દુર્ઘટનાના સમાચાર આવ્યા હતા.

    હિમાલયન ટાઇમ્સની ખબર પ્રમાણે એલ્ટીટ્યુડ એર પ્રાઇવેટ લિમિટેડના પ્રબંધ નિર્દેશક નીમા નુરુ શેરપાએ કહ્યું હતું કે સ્થાનિક લોકોએ નુવાકોટ જિલ્લાના સુદ્રુરવર્તી વિસ્તારમાં હેલિકોપ્ટરનો કાળમાળ જોયો હતો. આ હેલિકોપ્ટરનો પાયલોટ વરિષ્ઠ કેપ્ટન નિશ્છલ કેસી હતા. તેના સિવાય હેલિકોપ્ટરમાં એક જાપાની પર્વતારોહી સહિત છ યાત્રી સવાર હતા.

    ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડાના એક સુત્રએ કહ્યું હતું કે હેલિકોપ્ટર ગોરખાના સમાાગામથી એક દર્દી અને અન્ય યાત્રીઓને લઈને કાઠમંડુ માટે ઉડાણ ભરી હતી. લગભગ 20 માઇલની ઉડાણ પછી કાઠમંડુ ટાવરથી તેનો સંપર્ક તુટી ગયો હતો.

    શેરપાએ કહ્યું હતું કે દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં આગ લાગી નથી. ખરાબ વાતાવરણ અને ઘનઘોર જંગલના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. આ પહેલા 2016માં કાઠમંડુથી 22 કિલોમીટર દૂર એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Chopper Crashes, Nepal

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन