Home /News /world /VIDEO: જાપાનમાં 2 કલાક સુધી 100 ફૂટ ઉપર ઊંધા લટકી રહ્યા લોકો

VIDEO: જાપાનમાં 2 કલાક સુધી 100 ફૂટ ઉપર ઊંધા લટકી રહ્યા લોકો

    પશ્ચિમી જાપાનના યૂનીવર્સલ સ્ટુડિયોઝ એમ્યુઝમેન્ટ પાર્કમાં રોલર કોસ્ટર અચાનક બંધ પડી જવાથી લગભગ 64 લોકો 2 કલાક સુધી ઉંધા લટકી રહ્યાં હતાં. સ્થાનિક મીડિયા પ્રમાણે અચાનક ઇમરજન્સી સ્ટોપના કારણે લોકો લગભગ 100 ફૂટની ઉંચાઇ પર ફસાઇ ગયા હતાં. આ ઘટના મંગળવારની છે.

    પાર્કના કર્મચારીઓએ લોકોને ઇમરન્સીમાં ઉતાર્યા. જો કે આ ઘટનામાં કોઇને ઇજા થવાની કોઇ ખબર નથી. પરંતુ આ આખી ઘટનાને ઉકેલતા બે કલાક લાગી ગયા હતાં. સ્થાનિક મીડિયા પ્રમાણે આ પહેલીવાર આવું ન હતું થયું. 1120 મીટર લાંબા રોલર કોસ્ટરની આ સવારીની શરૂવાત માર્ચ 2016માં થઇ હતી. ગત ઓગસ્ટમાં સપ્ટેમ્બરમાં પણ આવી જ ઘટના બની હતી.

    સ્થાનિક મીડિયાનો વીડિયો

    " isDesktop="true" id="760286" >
    ઓસાકામાં સ્થિત આ સ્ટુડિયોએ માંફી માંગતા કહ્યું કે રોલર કોસ્ટર બંધ થવાનું કારણ એક બગડેલું સેન્સર હતું. જેના રિપેરીંગ બાદ અમ્યુઝમેન્ટ પાર્કની બધી સેવાઓ શરૂ કરી દેવામાં આવી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: જાપાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन