જાપાનમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

અધિકારીઓએ કહ્યું હતું કે સમુદ્રમાં ચાર ફૂટ ઉંચી લહેરો આવી શકે છે

News18 Gujarati
Updated: June 18, 2019, 9:07 PM IST
જાપાનમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 18, 2019, 9:07 PM IST
ચીન પછી જાપાનમાં પણ બુધવારે જોરદાર ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ પછી સ્થાનિય મોસમ વિભાગે દેશમાં સુનામીની ચેતવણી જાહેર કરી છે. અધિકારીઓએ કહ્યું હતું કે સમુદ્રમાં ચાર ફૂટ ઉંચી લહેરો આવી શકે છે.

જાપાનના મોસમ વિભાગના અધિકારીઓના મતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર યામાગાતા છે. રિપોર્ટ પ્રમાણે ભૂકપનું કેન્દ્ર બિંદુ જમીનથી 10 કિલોમીટર નીચે છે.આ વિસ્તાર સકાતા શહેરથી 50 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં છે.

એજન્સીઓએ ઉત્તર પશ્ચિમ સમુદ્ર તટ યામાગાતા, નિગાટા અને ઇશીકાવામાં 1 મીટર ઉંચી સુનામીની ચેતવણી જાહેર કરી છે. સમાચાર એજન્સી બ્લૂમબર્ગે જણાવ્યું છે કે સુનામીની આશંકા જોતા બે બુલેટ ટ્રેનની સેવા ઠપ્પ કરી દેવામાં આવી છે.

આ પહેલા સોમવારે ચીનનાં સિયુઆન પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો. જેમાં અત્યાર સુધી 13 લોકોના મોત થયો છે અને 199 લોકો ઇજાગ્રસ્ત છે. ચીનમાં આવેલ ભૂકંપી તીવ્રતા 6.0ની હતી.
First published: June 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...