જાપાનમાં 216 કિમી/કલાકની ઝડપે વાવાઝોડુ ત્રાટક્યું, ગાડીઓ હવામાં ઉડી

જાપાનમાં 216 કિમી/કલાકની ઝડપે વાવાઝોડુ ત્રાટક્યું

સરકારી સમાચાર ચેનલ એનએચકેના મતે સબઅર્બન ટ્રેનો અને હાઇ સ્પીડ રેલ સેવાઓ જેવી કે ઓસારા-હિરોશિમા માર્ગ પર સંચાલિત થનાર રેલ સેવાઓ અનિશ્ચિતકાળ માટે બંધ કરી દેવામાં આવી

 • Share this:
  જાપાન હાલ શક્તિશાળી વાવાઝોડુ ‘જેબી’થી પ્રભાવિત છે. છેલ્લા 25 વર્ષના ઇતિહાસમાં અહીં આવેલું સૌથી શક્તિશાળી તોફાન છે. દેશની હવામાન એજન્સીએ કહ્યું છે કે જોરદાર પવન અને ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ કારણે મંગળવારે 600થી વધારે વિમાન ઉડાન રદ કરી દેવામાં આવી હતી. વાવાઝોડાના કારણે ગાડીઓ હવામાં ઉડી હતી.

  પશ્ચિમી જાપાનમાં બપોરે 216 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી ચક્રવાતી તોફાન આવ્યું હતું. સમાચાર એજન્સીના મતે પ્રશાંતના 21માં ચક્રવાતી તોફાન જેબીને જાપાન હવામાન વિજ્ઞાન એજન્સી (જેએમએ)એ ઘણું શક્તિશાળી બતાવ્યું છે. આ કારણે સંભવિત શક્તિશાળી લહેરો, પૂર અને ભુસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે.

  આ તોફાનના કારણે પ્રધાનમંત્રી શિંજો આબેએ લોકોને બને તેટલા જલ્દી સ્થળો ખાલી કરવાની અપીલ કરી છે અને પોતાની સરકારને લોકોને બચાવવા માટે જરૂરી પગલા ભરવાનો નિર્દેશ કર્યો છે.  સરકારી સમાચાર ચેનલ એનએચકેના મતે સબઅર્બન ટ્રેનો અને હાઇ સ્પીડ રેલ સેવાઓ જેવી કે ઓસારા-હિરોશિમા માર્ગ પર સંચાલિત થનાર રેલ સેવાઓ અનિશ્ચિતકાળ માટે બંધ કરી દેવામાં આવી છે. જ્યારે કેટલીક કંપનીઓએ પોતાના કર્મચારીઓને મંગળવારે ઘરેથી કામ કરવાની સલાહ આપી છે.  પ્રભાવિત ક્ષેત્રોની સ્કૂલો પણ અનિશ્ચિતકાળ માટે બંધ કરી દેવામાં આવી છે. યુનિવર્સલ સ્ટુડિયોઝ ઓસાકાએ પણ પોતાની સેવાઓ બંધ કરી દીધી છે.

  અત્યાર સુધી જાપાનમાં તોફાન અને મુશળધાર વરસાદના કારણે 200 લોકોના મોત થયા છે.
  Published by:Ashish Goyal
  First published: