Home /News /world /

જેમ્સ પી એલિસન અને તસુકુ હોંજોને મળ્યો ચિકિત્સાનો નોબેલ, કેન્સર થેરેપી માટે કર્યું છે કામ

જેમ્સ પી એલિસન અને તસુકુ હોંજોને મળ્યો ચિકિત્સાનો નોબેલ, કેન્સર થેરેપી માટે કર્યું છે કામ

જેમ્સ પી એલિસન અને તસુકુ હોંજોને મળ્યો ચિકિત્સાનો નોબેલ

એલિસન ટેક્સાસ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. જ્યારે હોંજો ક્યોટો યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. હોંજોને 2014માં એશિયાના પ્રતિષ્ઠિત એવોર્ડ ‘તંગ પ્રાઇઝ’થી સન્માનિત કરવામાં આવ્યા છે

    જેમ્સ પી એલિસન અને તસુકુ હોંજોને ચિકિત્સાના ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન માટે નોબેલ પુરુસ્કાર-2018 માટે નામાંકિત કરવામાં આવ્યા છે.  અમેરિકી વૈજ્ઞાનિક જેમ્સ એલિસન અને જાપાની વૈજ્ઞાનિક તસુકુ હોંજોને કેન્સરના ઉપચાર માટે પ્રભાવી ખોજ કરવા માટે સંયુક્ત રુપથી નોબેલ પુરુસ્કાર આપવામાં આવશે.

    બંને વૈજ્ઞાનિકે કેન્સરના ઇલાજ માટે એવી વિધીની શોધ કરી છે જેના માધ્યમથી તંત્રિકા તંત્રને કેન્સરથી લડવા માટે મજબૂત કરવામાં આવે છે. જે કેન્સર કોશિકાઓને ખતમ કરવામાં મદદરુપ સાબિત થાય છે.

    એલિસન ટેક્સાસ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. જ્યારે હોંજો ક્યોટો યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. હોંજોને 2014માં એશિયાના પ્રતિષ્ઠિત એવોર્ડ ‘તંગ પ્રાઇઝ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. બંને વૈજ્ઞાનિકને 10 ડિસેમ્બરે નોબેલ પુરુસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

    આ વખતે સાહિત્યનો નોબલ પુરસ્કાર કોઈને નહીં આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. સાંસ્કૃતિક પ્રવત્તિઓ સાથે જોડાયેલા ક્લાઉડ અર્નોલ્ટ યૌન ઉત્પીડનના આરોપમાં ફસાતા ઊભા થયેલા વિવાદને જોતા નોબલ પુરસ્કાર જાહેર કરતી એકેડમીએ આ વખતે પુરસ્કાર ન આપવાનો નિર્ણય કર્યો છે. આજે મેડિસિનના નોબલ પુરસ્કારોની જાહેરાતની સાથે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારોહની શરૂઆત થઈ ગઈ છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: દવા, નોબલ પુરસ્કાર

    આગામી સમાચાર