Home /News /world /

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પ બની શકે છે વર્લ્ડ બેન્કની આગામી અધ્યક્ષ

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પ બની શકે છે વર્લ્ડ બેન્કની આગામી અધ્યક્ષ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પ બની શકે છે વર્લ્ડ બેન્કની આગામી અધ્યક્ષ

ઇવાંકા હાલ વ્હાઇટ હાઉસની સલાહકાર છે અને તે વર્તમાન અધ્યક્ષ જિમ યોંગ કિમનું સ્થાન લઈ શકે છે

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પ વર્લ્ડ બેન્કની આગામી અધ્યક્ષ બની શકે છે. ઇવાંકાનું નામ વર્લ્ડ બેન્કના અધ્યક્ષ પદની રેસમાં છે. ઇવાંકા હાલ વ્હાઇટ હાઉસની સલાહકાર છે અને તે વર્તમાન અધ્યક્ષ જિમ યોંગ કિમનું સ્થાન લઈ શકે છે.

  રિપોર્ટ પ્રમાણે અધ્યક્ષ પદની રેસમાં ઇવાંકા સિવાય અન્ય સંભવિત ઉમેદવારોમાં સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ રાજદુત નિક્કી હેલી પણ સામેલ છે.ગુરુવારે વર્લ્ડ બેન્ક બોર્ડે કહ્યું હતું કે આગામી મહિનાની શરુઆતમાં નવા લીડર માટે નોમિનેશન સ્વિકાર કરવામાં આવશે અને એપ્રિલ સુધી નવા અધ્યક્ષની નિમણુક કરી દેવામાં આવશે.

  વર્તમાન અધ્યક્ષ કિમ પહેલા અમેરિકી નોમિની હતા. જે 2012માં વર્લ્ડ બેન્ક પ્રેસિડેન્સ માટે ચૂંટણી લડ્યા હતા. બેન્કના બોર્ડે કહ્યું છે કે સિલેક્શન પ્રોસેસ ઓપન મેરિટ બેસ્ડ અને ટ્રાન્સપેરેન્ટ હશે. એ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે નોન-અમેરિકન ઉમેદવારને સાઇડ-લાઇન ન કરવામાં આવે.

  આ પણ વાંચો - અમેરિકાની પહેલી હિન્દુ સાંસદ તુલસી ગોબાર્ડ 2020માં લડશે US રાષ્ટ્રપતિની ચૂંટણી

  વર્લ્ડ બેન્કના પ્રમુખ જિમ યોંગ કિમે સોમવારે જાહેરાત કરી હતી કે તે જાન્યુઆરીના અંતમાં રાજીનામું આપી દેશે. કિમ જલવાયુ પરિવર્તન પર ટ્રમ્પ પ્રશાસનની નીતિથી ખુશ નથી. કાર્યકાળની સમાપ્તિના ત્રણ વર્ષ પહેલા કિમનું પદ છોડવું ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અને અન્ય દેશો વચ્ચે સંઘર્ષને હવા આપી શકે છે. અન્ય દેશો વર્લ્ડ બેન્ક પર અમેરિકી દબદબાની ફરિયાદ કરતા રહે છે.

  બીજા વર્લ્ડ વોર પછી 189 દેશોની આ બેન્ક અસ્તિત્વમાં આવી હતી. ત્યારથી આજ સુધી તેના બધા પ્રમુખો અમેરિકાના જ રહ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Ivanka trump, વર્લ્ડ બેંક

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन