Home /News /world /

ઈવાન્કા બનાવવા માટે આવી હતી આધાર કાર્ડ! UIDAIએ આપ્યો આવો જવાબ

ઈવાન્કા બનાવવા માટે આવી હતી આધાર કાર્ડ! UIDAIએ આપ્યો આવો જવાબ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ પહેલી વખત ભારત આવ્યા હતા. તેમનું ઈન્ડિયામાં રોયલ વેલકમ કરવામાં આવ્યું અને પોતે પીએમ મોદીએ તેમના સન્માનમાં શાહિ ડિનરનું આયોજન કર્યુ હતું.
ઈવાન્કા ડોનાલ્ડ ટ્રમ્પની સીનિયર એડવાઈઝર પણ છે. તેઓ હૈદરાબાદમાં ગ્લોબ્યુલર એન્ટ્રપ્રિન્યરશિપ સમિટમાં ભાગ લેવા માટે આવી હતી. હાલમાં ઈવાન્કા અમેરિકા પરત ફરી ચૂકી છે. પરંતુ સોશિયલ મીડિયા આનાથી બહાર આવ્યું નથી. પીએમ મોદી અને ઈવાન્કાની તસવીરો બહાર આવ્યા બાદ સતત ઘણા બધા મીમ્સ બની રહ્યાં છે.
આમાંથી એક મીમ કોમેડિયન હોજે કોવાકોએ બનાવ્યો છે. તેમને ઈવાન્કાના એક વીડિયોને રસપ્રદ વોઈસ ઓવર સાથે એડિટ કર્યો. આ એડિટેડ વીડિયોમાં ઈવાન્કા કહેતી નજરે પડી રહી છે કે, તેઓ આધાર બનાવવા માટે ભારતમાં આવી છે.
આ વીડિયોને શેર કરતાં હોજેએ લખ્યું, બ્રેકિંગ: Exclusibe : પેડ મીડિયા આ ક્યારેય બતાવશે નહી કે ઈવાન્કા ટ્રમ્પ અસલમાં પોતાનું આધાર કાર્ડ બનાવવા માટે ભારત આવી હતી.




આ મજેદાર વીડિયો વાયરલ થયો અને આ ટ્વિટને 2000થી વધારે વખત રિટ્વિટ કરવામાં આવ્યો હતો.




 






ત્યાર બાદ આધારના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ (@UIDAI)એ આ ટ્વિટના જવાબમાં લખ્યું કે, ઈવાન્કા ટ્રમ્પ પોતાનું આધાર કાર્ડ બનાવી શકી નહી કેમ કે, તે ભારતની નાગરિક નથી.
આધાર આ  પહેલા પણ રસપ્રદ રીતે ટ્વિટનો જવાબ આપતી રહી છે.
દશેરાના તહેવાર પર આધારે રાવણના દસ મોઢાવાળી ફોટો સાથે દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી. આના પર એક ટ્વિટર યૂઝર્સે લખ્યું કે, રાવણના દસ માથા છે, તો તેને કેટલા આધાર આપવામાં આવશે. આના જવાબમાં આધારે લખ્યું હતું કે, રાવણનો આધાર બનશે નહી કેમ કે, તેઓ ભારતના નાગરિક નથી, જણાવી દઈએ કે, રાલણ લંકાનો રાજા હતો.

First published:

Tags: Aadhaar card, Ivanka trump, US, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन