ઇઝરાયલનાં PM નેતન્યાહૂ પહોચ્યા દિલ્હી, પ્રોટોકોલ તોડી મોદીએ કર્યુ સ્વાગત

નેતન્યાહૂની આ યાત્રા દરમિયાન તેમની સાથે 130 કારોબારી અને એક પ્રતિનિધિમંડળ પણ ભારત આવી રહ્યું છે

નેતન્યાહૂની આ યાત્રા દરમિયાન તેમની સાથે 130 કારોબારી અને એક પ્રતિનિધિમંડળ પણ ભારત આવી રહ્યું છે

 • Share this:
  નવી દિલ્હી: ઇઝરાયલનાં પ્રદાનમંત્રી બેંઝામિન નેતન્યાહૂ ભારતની તેમની પહેલી મુલાકાત પર દિલ્હી પહોચ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડી દિલ્હી એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યુ છે. આ પહેલા ગત વર્ષનાં જુલાઇ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ઇઝરાયલ ગયા હતા ત્યારે નેતન્યાહૂએ પોતે એરપોર્ટ પહોંચીને તેમનું સ્વાગત કર્યુ હતું.

  નેતન્યાહૂ છ દિવસો સુધી ભારતમાં રોકાશે. જેમાં દિલ્હી, આગરા, અમદાવાદ અને મુંબઇ જશે. આ દરમિયાન બંને દેશોની વચ્ચે કૃષિ, રક્ષા અને આંતરિક સુરક્ષા સાથે જોડાયેલા મહત્વનાં કરાર થવાની સંભાવના છે.

  ભારત ઇઝરાયલ સંબંધો માટે મહત્વની મુલાકાત
  કોઇ ઇઝરાયલી પ્રધાનમંત્રી દેશમાં 15 વર્ષે મુલાકાતે આવ્યા છે આ પહેલાં વર્ષ 2003માં ઇઝરાયલનાં તત્કાલીન પ્રધાનમંત્રી એરિયલ શેરોન ભારત આવ્યા હતા. એવામાં આ યાત્રા બંને દેશોનાં સંબંધો માટે અહમ બની ગઇ છે.  'સ્પાઇક મિસાઇલ'ની થઇ શકે છે ડિલ

  નેતન્યાહૂની આ યાત્રા દરમિયાન તેમની સાથે 130 કારોબારી અને એક પ્રતિનિધિમંડળ પણ ભારત આવી રહ્યું છે. આ દરમિયાન ઇઝરાયલી
  ટેંક રોધી મિસાઇલ માટે આશરે 500 મિલિયન ડોલરની ડિલ ફાઇનલ થવાની આશા છે.  હાલમાં જ ભારત અને ઇઝરાયલની સરકારે નિયંત્રણ વાળી ડિફેન્સ કોન્ટ્રેક્ટર રાફેલ કંપની માટે એન્ટી-ટેંક ગાઇડેડ મિસાઇલનો ઓર્ડર કેન્સલ
  કરી દીધો હતો. જોકે સોર્સિસની માનીયે તો, 'સરકાર-સે-સરકાર' રૂટની મિસાઇલોની ખરીદી પર વિચાર થઇ રહ્યો છે.

  આ છે આજનો કાર્યક્રમ

  બપોરે 1.30 વાગ્યે – નેતન્યાહુની ફ્લાઇ પાલમના એરફોર્સ સ્ટેશન પર લેન્ડ થશે
  બપોરે 1.50 વાગ્યે – તીન મૂર્તિ ચોક પર જશે
  બપોરે 2.30 વાગ્યે – હોટલ તાજમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત

  શું છે બેન્જામિન નેતન્યાહૂનો 6 દિવસનો સંપૂર્ણ શેડ્યૂલ
  -ઇઝરાયેલનાં પ્રધાનમંત્રી 14 જાન્યુઆરીની બપોરે નવી દિલ્હી પહોંચી ગયા છે.
  -15 જાન્યુઆરીએ તેઓ હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષિય મુદ્દે ચર્ચા કરશે.
  -16 જાન્યુઆરીએ નેતન્યાહૂ આગરાનો તાજમહલ જોવા જશે.
  -17 જાન્યુઆરીએ તે પ્રધાનમંત્રી મોદી સાથે અમદાવાદ આવશે
  અમદાવાદમાં બંને રોડ શો કરી શકે છે
  -18 જાન્યુઆરીનાં રોજ ઇઝરાયીલ પ્રધાનમંત્રી નવી દિલ્હીથી તેમનાં દેશ પરત ફરશે.
  Published by:Margi Pandya
  First published: