બ્રિટિશ પ્રધાનમંત્રીએ સ્કૂલમાં કર્યો એવો ડાન્સ, ઇન્ટરનેટ પર થયો વાયરલ

News18 Gujarati
Updated: August 29, 2018, 6:07 PM IST
બ્રિટિશ પ્રધાનમંત્રીએ સ્કૂલમાં કર્યો એવો ડાન્સ, ઇન્ટરનેટ પર થયો વાયરલ
બ્રિટિશ પ્રધાનમંત્રીએ સ્કૂલમાં કર્યો એવો ડાન્સ, ઇન્ટરનેટ પર થયો વાયરલ

પોતાના આ પ્રવાસમાં કેપટાઉનમાં થેરેસા મે એક સ્કૂલમાં ગયા હતા. જ્યાં બાળકોએ ડાન્સ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. થેરેસા  પણ આ બાળકો સાથે ડાન્સ કરવા લાગ્યા

  • Share this:
દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય સંબંધ અને સહયોગ વિભાગે હાલમાં જ ટ્વિટર ઉપર બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસા મે નો ડાન્સ કરતો એક વીડિયો મુક્યો છે. જે ઇન્ટરનેટ પણ ઘણો વાયરલ બન્યો છે. ચારેબાજુ દક્ષિણ આફ્રિકા પ્રવાસની વાત છોડીને આ વીડિયોની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

પોતાના આ પ્રવાસમાં કેપટાઉનમાં થેરેસા  મે એક સ્કૂલમાં ગયા હતા. જ્યાં બાળકોએ ડાન્સ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. થેરેસા  પણ આ બાળકો સાથે ડાન્સ કરવા લાગ્યા હતા. તેમનો આ ડાન્સ ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. દક્ષિણ આફ્રિકા સાથે થયેલી સમજુતીની ચર્ચાના બદલે આ ડાન્સની ચર્ચા વધારે થઈ રહી છે.

ટ્વિટર યુઝર્સ પણ થેરેસાના આ ડાન્સ પર કોમેન્ટ કરી રહ્યા છે.કોઈએ લખ્યું છે કે થેરેસા નો આ ડાન્સ જોવો ઘણો અસહજ હતો.કેપટાઉનમાં એક ભાષણમાં થેરેસા એ કહ્યું હતું કે હું ઇચ્છું છું કે બ્રિટેન અમેરિકાને પાછળ રાખી આફ્રિકામાં સૌથી મોટો રોકાણકાર બને. પ્રધાનમંત્રી સાથે બ્રિટિશ વેપારીઓનું પ્રતિનિધિમંડળ પણ હતું.
First published: August 29, 2018
વધુ વાંચો
अगली ख़बर