પોતાના કરતા વધારે કમાતી કરોડપતિ ગર્લફ્રન્ડે મૂકી એવી શરત કે બોયફ્રેન્ડનો છૂટી ગયો પરસેવો!

પ્રતિકાત્મક તસવીરઃ Shutterstock

Interesting love story: પુરૂષના કહેવા પ્રમાણે તેની ગર્લફ્રેન્ડની કુલ સંપત્તિ આશરે 20 મિલિયન ડૉલર (2 કરોડ ડૉલર) છે જ્યારે તેની પોતાની સંપત્તિ 1 મિલિયન ડૉલર (10 લાખ ડૉલર) જેટલી છે.

 • Share this:
  અત્યારે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ ના સંબંધો સામાન્ય બની ગયા છે. પરંતુ આવા સંબંધોમાં ખીસ્સા પણ ખાલી થતાં હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક પુરૂષ પોતાની ગર્લફ્રેન્ડ ના વધારે પડતા ખર્ચાથી પરેશાન થઈને સોશિયલ મીડિયા પર રિલેશનશિપ એક્સપર્ટની સલાહ માંગી છે. પુરૂષના કહેવા પ્રમાણે તેની ગર્લફ્રેન્ડની કુલ સંપત્તિ આશરે 20 મિલિયન ડૉલર (2 કરોડ ડૉલર) છે જ્યારે તેની પોતાની સંપત્તિ 1 મિલિયન ડૉલર (10 લાખ ડૉલર) જેટલી છે.

  આ રસપ્રદ કહાનીમાં પુરૂષના કહેવા પ્રમાણે તે ખુશકિસ્મત છે કે, તેની ગર્લફ્રેન્ડ તેને સાચો પ્રેમ કરે છે અને તેઓ ટૂંક સમયમાં જ લગ્ન કરવા માટે યોજના બનાવી રહ્યા છે. તેમણે બંનેએ પહેલેથી જ અનેક વસ્તુઓ નક્કી કરી રાખી છે પરંતુ તેની ગર્લફ્રેન્ડ ને ફક્ત એક વાતની ચિંતા છે કે, ભવિષ્યમાં તેણે પોતાની ભવ્ય લાઈફસ્ટાઈલ સાથે સમજૂતી ન કરવી પડે. તે વાર્ષિક 3.5 લાખ ડૉલર કમાય છે જેમાં તેને મળતા ભારે બોનસનો સમાવેશ નથી થતો. જ્યારે પુરૂષ ઓવરટાઈમ અને બોનસ સાથે વાર્ષિક 2.25 લાખ ડૉલર કમાય છે.

  બંનેને પહેલાના પાર્ટનરથી બાળકો છે જે યુવાન છે. પુરૂષ પોતાની બંને દીકરીઓની કૉલેજ માટે પૈસા બચાવી રહ્યો છે જ્યારે મહિલાનો દીકરો ફેમિલી ટ્રસ્ટ દ્વારા ભણી રહ્યો છે. તેઓ બંને હાલ 50 વર્ષના છે અને 60 વર્ષની ઉંમરે રિટાયર થઈ જશે. પુરૂષ ખૂબ જ મહેનતથી કમાઈ રહ્યો છે પરંતુ તેની ગર્લફ્રેન્ડ પોતાની લાઈફ સ્ટાઈલ સાથે કોઈ સમજૂતી કરવા નથી માંગતી. તેના કહેવા પ્રમાણે પ્રેમ અને કમિટમેન્ટ દેખાડવા માટે તેણે લગ્નનો અડધો ખર્ચો ઉપાડવો જોઈએ. ઉપરાંત તે એક મોંઘી વીંટી અને શાનદાર જગ્યાએ હનીમૂન ઈચ્છે છે.

  આ પણ વાંચોઃ-પતિ નીકળ્યો દગાબાજ તો 10 વર્ષ સુધી ન કર્યું સેક્સ, પત્નીએ વ્યક્ત કરી દર્દભરી કહાની

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ અમરાઈવાડીમાં ખેલાયો ખૂની ખેલ! અંગત અદાવતમાં રાજાએ કરિયાણાના વેપારીની છરી વડે કરી હત્યા

  એક્સપર્ટે તે પુરૂષને ગર્લફ્રેન્ડ સાથે ખુલીને વાત કરવા સલાહ આપી હતી અને સાથે જ જરૂરી નથી કે શાહી લગ્નો લાંબા ટકે તેમ કહ્યું હતું. ઉપરાંત મહિલાએ પુરૂષની પરેશાની સમજવી જોઈએ અને તેણી ઈચ્છે તો ભવિષ્યમાં પોતાની ગમતી રીંગ જાતે ખરીદી લે પરંતુ પુરૂષની સ્થિતિ સમજવી જોઈએ તેમ કહ્યું હતું.

  આ પણ વાંચોઃ-પતિએ ક્રૂરતાની હદ વટાવી! અમદાવાદઃ વિદેશમાં બેશીને વીડિયો કોલ ઉપર પત્ની પાસે 'ગંદુ કામ' કરાવી પતિ લેતો વિકૃત આનંદ

  ઉલ્લેખનીય છે કે એક પત્નીએ પણ રિલેશનશિપ પોર્ટલ ઉપર પોતાનું દર્દ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મહિલાએ પોતાની આપવીતી વ્યક્ત કરતા લખ્યું હતું કે 10 વર્ષ પહેલા જ્યારે મારા પતિએ મને દગો આપ્યો ત્યારથી હું તેને પસંદ કરતી નથી. પરંતુ તે આજે પણ મને તેની સાથે સુવા રાખવા માટે મજબૂર કરે છે.

  આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સો! પોર્ન ફિલ્મ જોવા માટે મજબૂર કરતો હતો પતિ, પછી પત્નીએ મૂકી એવી શરત કે પતિના ઉડી ગયા હોશ

  મહિલાએ જણાવ્યું કે મારા પતિની પહેલી પત્ની તેના બે બાળકોને છોડીને જતી રહી હતી. ત્યારથી મેં જ પરિવારની આખી જવાબદારી સંભાળી હતી. પરંતુ મને ખબર ન્હોતી કે આ વ્યક્તિ મારી સાથે પણ દગો કરશે. મહિલાએ લખ્યું કે મારી ઉંમર 42 વર્ષ છે. અને મારા પતિ 45 વર્ષ ના છે. તેના બાળકો મારી નાની દુનિયા છે. એ જાણવા છતાં પણ તેણે મને દગો આપ્યો છે. હું તેને પરત લઈ આવી કારણ કે મને બાળકોની ખુબ જ ચિંતા હતી. જો બાળકો ન હોત તો હું તેને પહેલા જ છોડી દીધો હતો.

  પરંતુ હવે હું તેને સહન નથી કરી શકતી. તે મને હજી પણ સેક્સ કરવા માટે પરેશાન કરે છે. હું જ્યારે પણ તેની પાસેથી પસાર થાઉં ત્યારે તે અશ્લીલ હરકતો કરવાની કોશિશ કરે છે. તેને હજી પણ એ વાત સમજ આવતી નથી કે અમારો સંબંધ પહેલા જોવો રહ્યો નથી. એ સમય પસાર થઈ ગયો.
  Published by:ankit patel
  First published: