મંગળ ગ્રહ પર પ્રથમ વખત રેકોર્ડ થયો અવાજ, તમે પણ સાંભળો

News18 Gujarati
Updated: December 8, 2018, 11:59 AM IST
મંગળ ગ્રહ પર પ્રથમ વખત રેકોર્ડ થયો અવાજ, તમે પણ સાંભળો
ઇનસાઇટ

નાસાના યાન ઇનસાઇટે 10થી 15 mphના પવનના સૂસવાટાને રેકોર્ડ કર્યા છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ નાસાએ પ્રથમ વખત લાલ ગ્રહ એટલે કે મંગળ પર અવાજ રેકોર્ડ કર્યો છે. અમેરિકાની અવકાશી સંશોધન સંસ્થા NASAએ શુક્રવારે જણાવ્યું છે કે તેણે મંગળ ગ્રહ પર થયેલી હલચલનું રેકોર્ડિંગ કરી લીધું છે. જેમાં મંગળ ગ્રહ પર પવનના સૂસવાટાઓ સાંભળી શકાય છે.

નાસાના યાન ઇનસાઇટે 10થી 15 mphના પવનના સૂસવાટાને રેકોર્ડ કર્યા છે. હવા જ્યારે ઇનસાઇટ યાનની સોલાર પેનલ પરતી પસાર થઈ હતી ત્યારે તેનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. નાસાનું ઇનસાઇટ સ્પેસક્રાફ્ટ 26મી નવેમ્બરના રોજ મંગળની ધરતી પર લેન્ડ થયું હતું.

ઇનસાઇટ સ્પેસક્રાફ્ટમાં લગાવવામાં આવેલા એર પ્રેશર સેન્સર અને સિસ્મોમીટર સેન્સરમાં આ અવાજ રેકોર્ડ થઈ ગયો હતો.

આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા મુખ્ય સંશોધક થોમસ પીકેએ ઇમ્પેરિયલ કોલેજ લંડન ખાતે જણાવ્યું હતું કે, "અમને જે ડેટા મળ્યો છે તે સિસ્મોમીટરમાં રેકોર્ડ થયેલો ડેટા છે. હાલ 15 મિનિટનો ડેટા પ્રાપ્ત થયો છે."

નોંધનીય છે કે NASAના 'ઈનસાઈટ' અવકાશયાને 26મી નવેમ્બરના રોજ મંગળ ગ્રહ પર સલામત રીતે ઉતરાણ કર્યું હતું. આ અવકાશ યાન મંગળ ગ્રહ અંગે ખૂબ જ ઉંડાણ પૂર્વક તપાસ કરશે. નાસા બે વર્ષ સુધી આ મિશન ચલાવશે.

ઈનસાઇટ એરક્રાફ્ટ મંગળ ગ્રહ પર ભૂકંપ, હવા, વાતાવરણ તેમજ ગરમી અંગેનો અભ્યાસ કરશે. આ માટે તે સેન્સરની મદદથી વિવિધ સિગ્નલ રેકોર્ડ કરીને નાસાને મોકલશે.
First published: December 8, 2018, 11:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading