બટાટા 20 લાખ રૂ/કિલો, ચોખા 25 લાખ રૂ/કિલો , કોફી 25 લાખ ,ટામેટા 50 લાખમાં ખરીદે છે આ લોકો

વેનેઝુએલાની નેશનલ એસેમ્બલી મુજબ આ કિંમતો દર 26 દિવસમાં બમણી થઇ રહી છે

News18 Gujarati
Updated: August 28, 2018, 3:17 PM IST
બટાટા 20 લાખ રૂ/કિલો, ચોખા 25 લાખ રૂ/કિલો , કોફી 25 લાખ ,ટામેટા 50 લાખમાં ખરીદે છે આ લોકો
વેનેઝુએલાની નેશનલ એસેમ્બલી મુજબ આ કિંમતો દર 26 દિવસમાં બમણી થઇ રહી છે
News18 Gujarati
Updated: August 28, 2018, 3:17 PM IST
એક એવો દેશ, જ્યાં 1 કરોડમાં વેચાઈ રહી છે ખાવાની એક થાળી, બટાટા 20 લાખ અને ચોખા 25 લાખ રૂપિયે કિલો..

સાઉથ અમેરિકન દેશ વેનેઝુએલા માનવ ઇતિહાસમાં મોંઘવારીના સૌથી સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. અહીં એક કોફી 25 લાખ રૂપિયાની વેચાઈ રહી છે. એક કિલો ટામેટા પચાસ લાખમાં વેચાઈ રહ્યા છે, કિંમતો ચોંકાવનારી છે પણ સ્થાનિક સ્તરે સ્થિતિ આવી જ છે.25 લાખ રૂપિયાના કિલો ચોખા
આર્થિક મંદીના તબક્કામાંથી પસાર થઇ રહેલા આ દેશમાં એક કિલો મટન 95 લાખનું વેચાઈ રહ્યું છે. ત્યાં જ એક કિલો બટાટાની કિંમત 20 લાખ રૂપિયા અને એક કિલો ગાજરની કિંમત 30 લાખ સુધી છે. દેશમાં ચોખા 25 લાખ રૂપિયા પ્રતિ કિલો અને પનીર 75 લાખ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

એક કરોડ રૂપિયાની એક થાળી:
અહીં એક નોન વેજ થાળી 1 કરોડ રૂપિયાની કિંમત સુધી વેચાઈ રહી છે. પણ ભારતીય મુદ્રાઓ અનુસાર આ કિંમતો બદલાતી રહે છે.

ભારતની કરન્સીમાં પણ બધું લગભગ હજાર રૂપિયા કિલો:
ભારતની સરખામણીએ વેનેઝુએલામાં કોઈપણ વસ્તુની કિંમત લાખો રૂપિયાથી ઓછી નથી. આવનારા સમયમાં પણ અહીં મોંઘવારીનો દર 10 લાખ ટકા સુધી વધી શકે છે.

કિંમતો દર 26 દિવસે બમણી થઇ રહી છે:
વેનેઝુએલાની નેશનલ એસેમ્બલી મુજબ આ કિંમતો દર 26 દિવસમાં બમણી થઇ રહી છે જેને લઈને સરકારની ચિંતા વધી ગઈ છે. ઉતાવળમાં દેશના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ નવી આર્થિક નીતિ લાગૂ કરવી પડી. હવે દેશમાં જૂની બોલિવિયાનોની જગ્યાએ સોવરિન બોલિવિયાનો કરન્સી ચાલશે.

કાચા તેલની કિંમતના લીધે આ હાલાત
દેશની અર્થ વ્યવસ્થાની કમર (96%) કાચા તેલનું એક્સપોર્ટ છે. આ સંકટમાંથી બહાર નીકળવા માટે દેશ સતત નવી નોટ છાપી રહ્યું છે. પરિણામ એ છે કે દેશ હાઇપર ઈન્ફ્લેશનનો શિકાર બની ગયો. જેના લીધે બજારમાં નોટ તો વધી પણ તેની સરખામણીએ ઉત્પાદન વધ્યું નહીં.
First published: August 28, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...