માત્ર 0.1 % પાસે જ છે દુનિયાની 13% સંપત્તિ, 36 વર્ષોમાં વધી અમીર અને ગરીબ વચ્ચેની રેખા

  • Share this:
માત્ર 0.1 ટકા લોકો પાસે દુનિયાની કુલ મિલકતનો 13 ટકા ભાગ છે. આ ઉપરાંત ગત 36 વર્ષોની અંદર જે નવી સંપત્તિઓ બની એમાંથી પણ 27 ટકા માત્ર 1 ટકા અમીરો પાસે જ છે. બાકી 73 ટકા લોકો પાસે દુનિયાની કુલ સંપત્તિ 99 ટકા આબાદી વચ્ચે વેચાયેલી છે. અર્શશાસ્ત્રી થોમસ પિકેટીએ 'વિશ્વ અસમાનતા રિપોર્ટ'માં આ વાત કહેવામાં આવી છે.

થોમસ પેકટીએ 1980થી 2016 વચ્ચે આંકડા મેળવીને આ રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટને તૈયાર કરવામાં ફાંસના અર્થશાસ્ત્રી ઉપરાંત 100 લોકોએ ભાગ લીધો હતો. રિપોર્ટમાં કહ્યું કે 1980થી 2016 વચ્ચે 0.01 ટકા લોકોની સંપત્તિમાં જે વધારો થયો છે તે દુનિયાની 50 ટકા ગરીબ આબાદીની આખી સંપત્તિ જેટલી છે.

આ રિપોર્ટમાં સામે આવ્યું કે દુનિયાના 0.01 ટકા લોકો પાસે 1980થી 2016 સુધી બનેલ નવી સંપત્તિના 4 ટકા ભાગ છે. જેનો આર્થ એ થાય કે માત્ર 75 હજાર લોકો પાસે જ ગત 36 વર્ષ દરમિયાન બનેલ સંપત્તિના 4 ટકા છે.

રિપોર્ટ પ્રમાણે 1980 પછી દુનિયાની ગ્રોથના મોટા ભાગ પર 0.1 ટકા લોકોનો જ અધિકાર છે.આ દાયરામાં આવનાર લોકોની સંખ્યા 70 લાખ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ગ્લોબલ બોટમ અને ટોપ 1 ટકા વચ્ચેની જનસંખ્યાની આવક ન ના બરાબર વધી છે. કહેવામાં આવ્યું કે અમેરિકા તે દેશોમાં સામેલ છે જ્યાં સૌથી વધારે અસમાનતા છે. રિપોર્ટ પ્રમામે 1980માં દેશની આખી સંપત્તિ માત્ર 22 ટકા દેશના 1 ટકા અમીરો પાસે હતી. પરંતુ 2014 સુધી આ આંકડામાં વધારો થયો હતો.

જેમાં જણાવવામાં આવ્યું છે કે ગ્લોબલ બોટમ અને ટોપ 1 ટકા વચ્ચેની જનસંખ્યાની આવક ન ના બરાબર વધી છે. કહેવામાં આવ્યું કે અમેરિકા તે દેશોમાં સામેલ છે જ્યાં સૌથી વધારે અસમાનતા છે. રિપોર્ટ પ્રમામે 1980માં દેશની આખી સંપત્તિ માત્ર 22 ટકા દેશના 1 ટકા અમીરો પાસે હતી. પરંતુ 2014 સુધી આ આંકડામાં વધારો થયો હતો.
First published: