ચોરીનો ગુનો કબૂલ કરાવવા પોલીસે ચોરના ગળામાં નાખ્યો સાપ, પછી શું થયું

News18 Gujarati
Updated: February 13, 2019, 7:43 AM IST
ચોરીનો ગુનો કબૂલ કરાવવા પોલીસે ચોરના ગળામાં નાખ્યો સાપ, પછી શું થયું
ચોરીનો ગુનો કબુલ કરાવવા પોલીસે ચોરના ગળામાં નાખ્યો સાપ

સાપ ગળામાં હોવાના કારણે આરોપી યુવક ઘણો ડરેલો જોવા મળે છે

  • Share this:
ઇન્ડોનેશિયાની પોલીસે એક ખિસ્સા કાતરુ પાસે ગુનો કબુલ કરાવવા માટે એક અજીબ પ્રકારની રીત અપનાવી હતી. પોલીસે આરોપીના ગળામાં સાપ નાખી દીધો હતો અને તેને પોતાનો ગુનો કબુલ કરવા માટે કહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પોલીસને આવી વર્તુણક બદલ ટિકા થઈ રહી છે. જેના કારણે પોલીસે માફી માંગી લીધી છે અને કહ્યું છે કે આરોપી ચોરને કોઈ શારીરિક નુકસાન થયું નથી.

આરોપી ઉપર લોકોના ખિસ્સામાંથી મોબાઈલ ચોરવાનો આરોપ હતો. ચોર પોતાનો ગુનો કબુલે તે માટે પોલીસે તેના ગળામાં સાપ વિંટાળી દીધો હતો. એક અધિકારી આરોપીના ગળામાં સાપ નાખી પુછી રહ્યા છે કે બતાવ, તે કેટલા મોબાઈલ ફોન ચોરી કર્યા છે. પોલીસ સ્ટેશનમાં હાજર રહેલા બીજા લોકો આ ઘટના ઉપર હસી રહ્યા છે. સાપ ગળામાં હોવાના કારણે આરોપી યુવક ઘણો ડરેલો જોવા મળે છે. તેના હાથમાં હથકડી પણ લગાવેલી છે.

આ પણ વાંચો - સાઉદી પ્રિન્સની પાક. મુલાકાત, 5 ટ્રક ભરીને સામાન ઇસ્લામાબાદ પહોંચ્યો

વીડિયોમાં જોવા મળતા પોલીસ અધિકારીએ યુવકના મો માં સાપ નાખવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતા પોલીસને ટિકા થઈ હતી. પાપુઆ પોલીસના પ્રવક્તા મુસ્તુફા કમાલે કહ્યું હતું કે તે અધિકારીને સસ્પેન્ડ કરી દીધો છે અને વિભાગની આંતરિક તપાસ ચાલી રહી છે. તે સમયે કોણ-કોણ ત્યાં હાજર હતા તેની પણ તપાસ ચાલી રહી છે.


ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયાની પોલીસ અને સિક્યોરિટી એજન્સીઓની આંતરરાષ્ટ્રીય મીડિયામાં માનવઅધિકારોના ભંગ માટે ઘણી વખત ટિકા થઈ છે.
First published: February 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...