48 દિવસ સુધી સમુદ્રમાં રહ્યો આ યુવક, જાણો કઇ રીતે બચાવ્યો જીવ

ઇન્ડોનેશિયાનો એક કિશોર સમુદ્રમાં માછલી પકડવા માટેની જાળમાં 48 દિવસ સુધી તરતો રહ્યો.

ઇન્ડોનેશિયાનો એક કિશોર સમુદ્રમાં માછલી પકડવા માટેની જાળમાં 48 દિવસ સુધી તરતો રહ્યો.

 • Share this:
  ઇન્ડોનેશિયાનો એક કિશોર સમુદ્રમાં માછલી પકડવા માટેની જાળમાં 48 દિવસ સુધી તરતો રહ્યો. અધિકારીઓએ સોમવારે કહ્યું કે યુવકને એક માલવાહક જહાજે સુરક્ષિત બચાવી લીધો છે અને તેને જાપાન લઇ જવામાં આવ્યો છે.

  ઓસાકામાં ઇન્ડોનેશિયા વાણિજ્ય દૂતાવાસના એક રાજનયિકે ન્યૂઝ એજન્સી એફે સાથે પુષ્ટિ કરી કે 19 વર્ષના અલ્દી નોવલ આદિલાંગ હાલ સ્વસ્થ છે. તેને તેના પરિવાર પાસે મોકલી દેવામાં આવ્યો છે.

  અલ્દીને માછલી પકડવા લાકડીના એક તરતી જાળ પર લાઇટ લગાવવા માટે તૈનાત કરવામાં આવ્યો હતો. જેથી માછલીઓ રોશની જોઇને આકર્ષિત થાય. તે ઉત્તરી સુલવેસી કિનારેથી આશરે 125 કિલોમીટર દૂર હતો. સ્પતાહમાં કોઇ એકવાર તેની પાસે જતો હતો અને તેની પાસે જમા થયેલ માછલીઓ લઇને જતો હતો.

  14 જુલાઇના રોજ તે ઉભો રહેતો હતો તેની દોરી તૂટી ગઇ અને તેજ પવન તેને ઉત્તર તરફ લઇ ગઇ. લાકડીના આ ઠાંચામાં એન્જિન ન હતું અને તે લહેરોની સાથે અહીં તહીં ભટકવા લાગ્યો. પરંતુ અલ્દી પાસે એક સૌર ઉર્જાવાળો રેડિયો હતો. જેનાથી તેણે ઓછામાં ઓછા 10 જહાજોને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો.  છેલ્લે પનામાના ઝંડાવાળા એક જહાજ એમવી અપીજિમોએ તેના રેડિયો સિગ્નલને પકડી લીધા અને 31 ઓગસ્ટના રોજ તેને સુરક્ષિત બચાલવી લેવામાં આવ્યો.
  Published by:Kaushal Pancholi
  First published: