પતિએ પત્નીને ભરપોષણ ભથ્થાના રૂપમાં 7 લાખ રૂપિયાના સિક્કા આપ્યા

પતિએ પત્નીને ભરપોષણ ભથ્થાના રૂપમાં 7 લાખ રૂપિયાના સિક્કા આપ્યા
ઇન્ડોનેશિયાના એક સિવિલ સેવકે પોતાની પૂર્વ પત્નીને ભરપોષણના ભથ્થાના રૂપમાં 10, 000 ડોલર એટલે કે 7 લાખ રૂપિયાથી વધારેના સિક્કા આપ્યા

મધ્ય જાવાની એક કોર્ટે સિવિલ સેવકને નવ વર્ષથી ન આપેલ ભરપોષણ ભથ્થા આપવા કહ્યું હતું. જેના કારણે ઓછી સેલેરીવાળા સિવિલ સેવકે પોતાના મિત્રો પાસેથી મદદ માંગવી પડી

 • Share this:
  ઇન્ડોનેશિયાના એક સિવિલ સેવકે પોતાની પૂર્વ પત્નીને ભરપોષણના ભથ્થાના રૂપમાં 10, 000 ડોલર એટલે કે 7 લાખ રૂપિયાથી વધારેના સિક્કા આપ્યા હતા. તેણે કેટલાક સમયથી પોતાની પૂર્વ પત્નીને ભરપોષણ ભથ્થા આપ્યા ન હતા, જેથી એકસાથે આટલી મોટી રકમ સિક્કામાં આપી હતી.

  સિવિલ સેવક 10, 500 ડોલરની રકમના સિક્કા લઈને કોર્ટ પહોંચ્યો હતો. તેના વકીલે કહ્યું હતું કે આ સિક્કાનું વજન લગભગ 890 કિલોગ્રામ છે. વ્યક્તિ અને તેની પૂર્વ પત્નીના વકીલો વચ્ચે આ સિક્કાને લઈને ઝઘડો થયો હતો. 54 વર્ષીય સિવિલ સેવક અને તેના બે મિત્ર એક થેલીમાં આ રકમ લઈને આવ્યા હતા, જોકે આ સિક્કા ગણવાની મહીલાના વકીલે ના પાડી દીધી હતી.  વકીલે કહ્યું હતું કે મધ્ય જાવાની એક કોર્ટે સિવિલ સેવકને નવ વર્ષથી ન આપેલ ભરપોષણ ભથ્થા આપવા કહ્યું હતું. જેના કારણે ઓછી સેલેરીવાળા સિવિલ સેવકે પોતાના મિત્રો પાસેથી મદદ માંગવી પડી હતી.

  વકીલે કહ્યું હતું કે ઇમાનદારીથી કહું તો હું રકમને લઈને હેરાન હતો પણ મારા અસીલે કહ્યું હતું કે તેના મિત્રા અને પરિવારજનોએ તેને દાન આપ્યું છે. તેમાંથી મોટાભાગના મિત્રોએ સિક્કા આપ્યા હતા.

  સિવિલ સેવકની પૂર્વ પત્નીએ આ રકમનો સ્વિકાર કરી લીધો છે. સ્થાનિક મીડિયામાં તેના હવાલાથી કહ્યું હતું કે આ અપમાનજનક છે. આ મને ગરીબ દેખાડવા બરાબર છે. કોર્ટે પોતાના કર્મચારીઓને સિક્કા ગણવાનો આદેશ આપ્યો છે.
  Published by:News18 Gujarati
  First published:August 24, 2018, 17:53 IST

  ટૉપ ન્યૂઝ