ન્યૂઝ18 ગુજરાતી: ઈન્ડોનેશિયામાં સુનામીની ઝપટમાં આવવાથી અત્યાર સુધી 168 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. આ આપત્તિને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, લાઇવ પર્ફોમન્સ દરમિયાન કેવી રીતે ઈન્ડોનેશિયાનું એક પોપ બેન્ડ લહેરોની લપેટમાં આવી ગયું. વીડિયોમાં પોપ બેન્ડ પોતાનું પર્ફોમન્સ આપતું જોવા મળે છે, આ દરમિયાન દરિયાની લહેરો આવે છે અને ત્યાં હાજર તમામ લોકો તેમાં વહી જાય છે.
ઈન્ડોનેશિયાના 'સેવંટીન' નામના પોપ બેન્ડે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે સુનામીની સ્પીડ એટલી ઝડપી હતી કે તેનાથી કોઈ બચી ન શક્યું. બેન્ડના બે સભ્યોની મોત થઈ ચૂક્યું છે, જ્યારે ચાર સભ્યો હજુ પણ ગુમ છે. ઈન્સ્ટાગ્રામમાં આ વીડિયોને શેર કરતાં તેઓએ લખ્યું કે ભગવાનને પ્રાર્થના છે કે સુનામીની ઝપટમાં આવનારા તમામ ગુમ લોકો સુરક્ષિત હોય.
This (awful) video shows the Indonesian band Seventeen in concert at the Tanjung Lesung beach in Banten - until the tsunami struck. It has been widely shared online. The band’s bass player and road manager are dead, three other band members and the singer’s wife are missing pic.twitter.com/Yejoq8D4zG
અત્યાર સુધીની જાણકારી મુજબ, સેવંટીન બેન્ડ તાંજુંગ લેસુંગ બીચ ખાતે બનેલા રિઝોર્ટમાં પોતાનું પર્ફોમન્સ આપી રહ્યું હતું. બીચ પર જ ટેન્ટ લગાવીને સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું. સ્ટેજ ઉપર દરેક વ્યક્તિ નાચી-ગાઈ રહી હતી અને સામેની બાજુ ઘણા બધા લોકો બેન્ડનું પર્ફોમન્સ જોઈ રહ્યા હતા. આ દરમિયાન સ્ટેજની પાછળ ઘણી ઊંચું લહેર આવી અને તે વધાને તાણીને લઈ ગઈ.
રિપોર્ટ મુજબ, જ્વાળામુખી વિસ્ફોટ બાદ સમુદ્રમાં લગભગ 20 મીટર ઊંચી લહેર ઉઠી, જેનાથી બીચની આસપાસની તમામ હોટલ અને મકાન વહી ગયા. ઇન્ડોનેશિયાના હવામાન વિભાગ અને ભૂગર્ભ એજન્સીના વૈજ્ઞાનિકોએ કહ્યું કે અનાક ક્રાકાટાઓ જ્વાળામુખી ફાટ્યા બાદ સમુદ્રની નીચે ભૂસ્ખલન સુનામીનું કારણ હોઈ શકે છે. તેઓએ ઊંચી લહેરો ઉઠવા પાછળનું કારણ પૂનમના ચાંદને પણ ગણાવ્યું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર