સિંગાપોર: હોંગકોંગમાં આયોજીત 'વર્લ્ડ મેમરી ચેમ્પિયનશિપ'માં સિંગાપોર નિવાસી ભારતીય મૂળનાં 12 વર્ષનાં વિદ્યાર્થીએ સુવર્ણ પદક જીત્યો છે. બાળકોની શ્રેણીમાં ધ્રુવ મનોજે 'નેમ્સ એન્ડ ફેસીસ' અને 'રેન્ડમ વર્ડસ'માં 56 અન્ય પ્રતિયોગીઓને હાર આપી છે.
વર્લ્ડ મેમરી ચેમ્પિયનશિપ પ્રતિયોગિતાનું આયોજન 20થી 22 ડિસેમ્બર વચ્ચે યોજાઇ હતી. આ પ્રતિયોગિતા અંતર્ગત ધ્રુવે સાતથી વધારે 'ડેસ્ક ઓફ શફલ્ડ કાર્ડ'ને એક કલાકમાં યાદ કરી લીધાં હતાં.
સિંગાપુરથી માત્ર ધ્રુવે જ ભાગ લીધો હતો. ચીન, રશિયા, ભારત, તાઇવાન અને મલેશિયાથી 260થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સિંગાપુરનાં એક સમાચાર પત્ર 'ટૂડે'એ ધ્રુવ સાથે વાત કરી હતી. જેમાં તેણે કહ્યું કે, 'સૌથી વધારે મુશ્કેલ કામ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. મારા મોટાભાગનાં મિત્રો પીએસએલઇથી આગળ નીકળી શક્યા ન હતાં. મારૂં ત્યાં બેસવું અને ભાગ લેવો મુશ્કેલ હતું. હું આ કરવામાં સફળ રહ્યો.'
ધ્રુવનાં પિતા મનોજ પ્રભાકરે કહ્યું, 'તેનું નિરીક્ષણ કરતાં એવું લાગ્યું કે ધ્રુવને આમાં રસ છે અને તેને મઝા આવે છે. એટલે જ મેં તેનું સમર્થન કર્યું અને આ ક્ષેત્રમાં જવામાં મદદ કરી.'
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર