લંડનઃ ભારતીય મૂળની પ્રેગનેન્ટ મહિલાનું તીર હુમલામાં મોત, બાળકને બચાવી લેવાયું

News18 Gujarati
Updated: November 14, 2018, 11:48 AM IST
લંડનઃ ભારતીય મૂળની પ્રેગનેન્ટ મહિલાનું તીર હુમલામાં મોત, બાળકને બચાવી લેવાયું
દેવી ઉન્મથાલેગાડૂ

પેટમાં તીર સાથે મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી, નવા જન્મેલા બાળકનું નામ ઇબ્રાહિમ રાખવામાં આવ્યું.

  • Share this:
લંડનઃ બ્રિટનમાં એક ભારતીય મૂળની મહિલાનું પેટમાં તીર વાગવાથી મોત થઈ ગયું હતું. મોતને ભેટનાર મહિલા પ્રેગનેન્ટ હતી. જોકે, ઇમરજન્સીની હાલતમાં ઓપરેશન કરીને મહિલાના બાળકને બચાવી લેવાયું હતું. લંડનમાં થયેલા હુમલામાં તીર મહિલાનું પેટ ચીરીને તેના હૃદય સુધી પહોંચી ગયું હતું.

પૂર્વ લંડનના ઇલ્ફોર્ડ વિસ્તારમાં સોમવારે થયેલા એક હુમલામાં 35 વર્ષીય દેવી ઉન્મથાલેગાડૂને પેટમાં ઈજા પહોંચી હતી. ઈજા બાદ તેને એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરો મહિલાને બચાવી શક્યા ન હતા પરંતુ તેના પેટમાં ઉછરી રહેલા બાળકને બચાવી લેવાયું હતું.

સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓએ 35 વર્ષીય મહિલાની હત્યા બદલ 50 વર્ષીય રમનોડગે ઉન્મથાલેગાડૂ પર આરોપ લગાવ્યો હતો. રમનોડગે મહિલાનો પૂર્વ પતિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મહિલાને સના મોહમ્મદ નામથી ઓળખવામાં આવતી હતી. બીજા પતિ સાથે લગ્ન પહેલા મહિલાએ ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો. પ્રથમ પતિથી મહિલાને ત્રણ બાળકો હતા. ઇમ્તિયાઝ મોહમ્મદ નામના બીજા પતિથી તેને બે છોકરીઓ હતી. સોમવારે જે બાળકનો જન્મ થયો હતો તેનું નામ ઇબ્રાહિમ રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ  ગેરકાયદે બોર્ડર પાર કરવા બદલ 2400 ભારતીયો USની જેલમાં બંધઃ રિપોર્ટ

મહિલાના પતિ ઇમ્તિયાઝે 'ઇવનિંગ સ્ટાન્ડર્ડ' ન્યૂઝ પેપર સાથે વાતચીત કરતા કહ્યુ કે, "તેણી ખૂબ સારી પત્ની અને માતા હતી. અમે છેલ્લા સાત વર્ષથી સાથે હતા. અમે સાથે જીવવા મરવાના કોલ આપ્યા હતા. તેના નિધનથી હું ભાંગી પડ્યો છું."

મહિલા પર હુમલો થયો ત્યારે ઇમ્તિયાઝ પણ ઘરે હાજર હતો. ઇમ્તિયાઝે જોયું કે હુમલાખોરો હથિયારો સાથે તેમના ઘર બહાર ઉભા છે. આ જાણીને ઇમ્તિયાઝ તેની પત્ની અને બાળકો તરફ દોડ્યો હતો. આ દરમિયાન જ હુમલાખોરોએ તેની પત્ની પર એક તીર છોડી દીધું હતું.આ પણ વાંચોઃ CCTV: અમેરિકામાં લૂંટના ઇરાદે ગુજરાતી દંપતી ઉપર ફાયરિંગ, મહિલાનું મોત

ઇમ્તિયાઝે જણાવ્યું કે, "પત્નીને લાગેલું તીર તેના હૃદય સુધી પહોંચી ગયું હતું. જોકે, તેના પેટમાં ઉછરી રહેલું બાળક સલામત હતું. ડોક્ટરોએ પ્રસુતિ માટે એક મહિના પછીનો સમય આપ્યો હતો. ડોક્ટરોએ પેટમાં તીર સાથે જ ઓપરેશન કર્યું હતું, કારણ કે તીરને બહાર કાઢવાથી બાળકના જીવ પર જોખમ ઉભું થઈ શકતું હતું."
First published: November 14, 2018
વધુ વાંચો
अगली ख़बर