દુબઇમાં આ ભારતીય વેપારીએ કર્યું એવું કામ, 13 કેદીઓના પરિવાર આપી રહ્યા છે દુવાઓ

ભારતીય બિઝનેસમેનની તસવીર

પહલ ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ'ના અધ્યક્ષ જોગિંદ સિંહ સલારિયાએ સોમવારે જેલમાંતી મૂક્ત કરવામાં આવેલા કેદીઓ માટે સ્વદેશ વાપસી માટે દુબઇ પોલીસ સાથે મળીને હવાઇ યાત્રા ટિકિટ ખરીદી હતી.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ દુબઇમાં (Dubai) ભારતીય મૂળના એક વેપારીએ (Businessman) અહીની જેલમાંથી (Jail) 13 વિદેશી નાગરિકોને સ્વદેશ પરત મોકલવા માટે તેમની ટિકિટ ખરીધી છે. જેમાં પાકિસ્તાની, બાંગ્લાદેશ, ચીન અને અફઘાનિસ્તાનના નાગરિકનો સમાવેશ થાય છે. મૂક્ત થયા પછી કેદીઓનો પરિવાર ભારતીય બિઝનેસમેનને દુવાઓ આપે છે.

  ખલીઝ ટાઇમ્સની એક રિપોર્ટ પ્રમાણે 'પહલ ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ'ના અધ્યક્ષ અને પહલ ચેરિટેબલ ટ્રસ્ટ (પીસીટી હ્યુમેનિટી)ના સ્થાપક જોગિંદ સિંહ સલારિયાએ સોમવારે જેલમાંતી મૂક્ત કરવામાં આવેલા કેદીઓ માટે સ્વદેશ વાપસી માટે દુબઇ પોલીસ (dubai police)ના અધિકારી સાથે મળીને હવાઇ યાત્રા ટિકિટ ખરીદી હતી. મૂક્ત થયેલા કેદીઓમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, યુગાંડા, નાઇઝિરિયા, ઇથિયોપિયા, ચીન અને અફગાનિસ્તાનના નાગરીકોનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચોઃ-GoAirની પ્રી-દિવાળી ઑફર, માત્ર રૂ.1,296માં બૂક કરો હવાઇ ટિકિટ

  13 મૂક્ત કેદીઓ માટે ખરીદી હતી ટિકિટ
  સલારિયાના જણાવ્યા પ્રમાણે આરોપીઓને મામૂલી ગુના માટે જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. તેમની જેલ પૂરી થઇ ગઇ હતી. હવે તે સ્વદેશ માટે ઉડાન ભરશે. તેમણે જણાવ્યું હતું કે, દુર્ભાગ્યથી આ લોકો હવાઇ યાત્રા માટે ટિકિટ ખરીદી શકે તવી પરિસ્થિતિમાં ન્હોતા.

  આ પણ વાંચોઃ-5 પત્નીઓના શોખ પૂરા કરવા માટે 50થી વધુ યુવતીઓને બનાવી શિકાર

  દુબઇ પોલીસ પીસીટી હ્યુમેનિટી સાથે મળીને અનેક સેવાકીય કાર્યો કરે છે. જેમાં રક્તદાન કાર્યક્રમો વગેરે સામે છે. હવે અમે સહયોગથી વિવિધ દેશોના 13 લોકોની યાત્રા માટે ટિકિટ ઉપલબ્ધ કરાવીશું. જેથી કરીને તેઓ પોતાના પરિવાર પાસે પહોંચી શકશે.

  આ પણ વાંચોઃ-Bajajએ રજૂ કર્યું નવું Chetak ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો ખાસિયતો

  સામાન્ય ગુના માટે જેલમાં બંધ હતા
  ભારતીય વેપારીએ જણાવ્યું હતું કે, 'પોલીસ અધિકારીઓએ અમને કેદીઓના નામ આપ્યા હતા. જેમાંથી મોટાભાગના લોકો સમયથી વધારે રોકાણ, એમ્પ્લોયર સાથે વિવાદ જેવા નાના મોટા ગુનાઓની સજા કાપી ચૂક્યા હતા. જેમની મદદ માટે કોઇ ન્હોતા.'
  Published by:ankit patel
  First published: