એક ભારતીય નાગરિકે અન્ય પ્રવાસી મુસાફરો સાથે ગેરવર્તણૂક કરી ઝઘડો કર્યો અને ક્રૂ મેમબર્સને માર્યા અને નીચે ઉતારવા માટે કોકપિટના દરવાજાને પણ ધક્કો માર્યો હતો.
ટ્રેન બાદ હવે હવાઈ મુસાફરી દરમિયાન પણ ભારત અને વિદેશોમાં ગેરવર્તણૂકના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. જોકે ફરી એક ઝઘડાળુ ભારતીયે દેશનું નામ વૈશ્વિક ફલક પર ખરાબ કર્યું છે. ભારતીય નાગરિકની (Indian citizen) ધમાચકડી બાદ એક ઈન્ટરનેશનલ ફ્લાઈટનું (International flight) ઈમરજન્સી લેન્ડિંગ (Emergency landing) કરવાની ફરજ પડી હતી.
શું છે સમગ્ર ઘટના :
એર ફ્રાન્સ પ્લેન (Air France plane)ની એક ફ્લાઈટ પેરિસ (Paris)થી નવી દિલ્હી આવી રહી હતી. તે સમયે એક ભારતીય મુસાફરના હંગામા બાદ પ્લેનનું સોફિયા, બલ્ગેરિયામાં ઈમજરન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.
બલ્ગેરિયન ન્યૂઝ એજન્સી (BTA)ના અહેવાલ અનુસાર એક ભારતીય નાગરિકે અન્ય પ્રવાસી મુસાફરો સાથે ગેરવર્તણૂક કરી ઝઘડો કર્યો અને ક્રૂ મેમબર્સને માર્યા અને નીચે ઉતારવા માટે કોકપિટના દરવાજાને પણ ધક્કો માર્યો હતો. આ ભારતીય નાગિરકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ 72 કલાક માટે તેની અટકાયત કરાઈ છે. મુસાફરને નીચે ઉતારીને પ્લેન તેના નિર્ધારિત રૂટ પર રવાના કરવામાં આવ્યું હતું.
હવે શું?
હાલ હંગામી ધોરણે તેને અટકાયતમાં લેવામાં આવ્યો છે. પરંતુ જો આરોપી કોર્ટમાં દોષી સાબિત ઠરશે, તો આરોપીને પાંચથી દસ વર્ષ કેદની સજા થઇ શકે છે. આ પ્રકરણ બાદ આરોપી ભારતીય નાગરીકને કોર્ટ તરફથી વકીલ અને ટ્રાન્સલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. બલ્ગેરિયા(Bulgaria) સ્થિત ભારતીય દુતાવાસને પણ આ અંગે જાણકારી આપવામાં આવી છે.
અગાઉ પણ ગેરવર્તણૂકની અનેક ઘટનાઓ સામે આવી છે :
1 : ઓગષ્ટ, 2014માં મેલબોર્નથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠેલ મુસાફર કોઈ પીણું પીધા બાદ બેકાબૂ બન્યો હતો. આજુબાજુના મુસાફરોને તેણે બચકા ભર્યા હતા અને મુસાફર એટલો બેકાબૂ થઈ ગયો કે બે ફ્લાઇટ એટેન્ડન્ટ્સના કપડા ફાડી નાખતા તેને સીટ પર બાંધવો પડ્યો હતો.
2 : ગત વર્ષે જાન્યુઆરીમાં પણ બેકાબૂ મુસાફરોએ કેબિનના ક્રૂ સભ્યો સાથે ઝડપ કરી હતી. એર ઇન્ડિયાનાના બોઇંગ 747ની દિલ્હી-મુંબઇની ફ્લાઇટ ટેક્નિકલ સમસ્યાને કારણે લગભગ પાંચ કલાક મોડી પડતાં મુસાફરોએ કોકપીટનો દરવાજો ખોલવાની ધમકી આપી હતી.
3 : ઓક્ટોબર, 2019માં ફ્લાઈટમાં તકનીકી સમસ્યાને કારણે ફ્લાઇટ પરત બોલાવાતા એક જ પરિવારના ત્રણ સભ્યોએ ક્રૂ મેમ્બર્સ સાથે ખરાબ વ્યવહાર કરતા નીચે ઉતારવા પડ્યા હતા. પરિણામે મુંબઇથી ગોવાની એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-663 પાંચ કલાક મોડી પડી હતી.
4 : નવેમ્બર, 2017માં એક મહિલા મુસાફરે એર ઈન્ડિયાના ડ્યુટી મેનેજરને લાફો મારતા અરેરાટી ફેલાઈ હતી. ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર બંને વચ્ચે થયેલી દલીલ બાદ મેનેજરે પણ તેણીને થપ્પડ મારી હતી. રીપોર્ટ અનુસાર મુસાફર ફ્લાઇટ માટે મોડા પહોંચતા તેમને બોર્ડિંગ માટે ના પાડતા તેણી ગુસ્સે થઈ હતી. એર ઇન્ડિયાની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટ સવારે 5 વાગ્યે ઉપડવાની હતી અને ફ્લાઈટના 75 મિનિટ પહેલાં ચેક ઈન કાઉન્ટર પર પહોંચવું ફરજિયાત હતુ. પરંતુ તેણી 40 મિનિટ પહેલાં ચેક-ઇન કરતા દલીલ કર્યા પછી તેણીને એર ઇન્ડિયાના ડ્યુટી મેનેજર જોડે મોકલાઈ હતી. જોકે ત્યાં વિવાદ વકર્યો અને મેનેજરને લાફો ઝીંકી દીધો હતો. મેનેજરે પણ કાબૂ ગુમાવતાં વળતો પ્રહાર કર્યો હતો. અંતે બંને મહિલાઓએ એકબીજાની માફી માંગીને પરસ્પર સમાધાન કર્યું હતું.
5 : ગત વર્ષે જૂન મહિનામાં કેરળ પોલીસે એક મુસાફરની છેડતી કરવાના આરોપમાં એક શખ્સ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. મસ્કતથી કોઝિકોડ જતી ઓમાન એર ચાર્ટર્ડ ફ્લાઇટમાં સહ મુસાફરે છેડતી કરી હતી. આ મહિલા પોતાના પુત્ર સાથે કેરળ આવી રહી હતી.
કડક નિયમો લાગુ :
2020માં એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએ(DGCA)એ એરલાઈન્સ અને તેના ક્રૂ મેમ્બર્સ માટે નવા નિયમો બહાર પાડ્યા હતા, જેમાં આ પ્રકારના સમાજિક અને ગેરવ્યાજબી મુસાફરોની વર્તણૂક સામે લડવા છુટછાટ આપવામાં આવી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર