સેલ્ફી લેવાના ચક્કરમાં ભારતીય દંપતીએ અમેરિકામાં ગુમાવ્યો જીવ

News18 Gujarati
Updated: October 31, 2018, 10:12 AM IST
સેલ્ફી લેવાના ચક્કરમાં ભારતીય દંપતીએ અમેરિકામાં ગુમાવ્યો જીવ
મૃતક વિષ્ણુ અને મિનાક્ષી

મૃતકોની ઓળખ વિષ્ણુ વિશ્વનાથન (29) અને મીનાક્ષી મૂર્તિ (30) તરીકે કરવામાં આવી છે. વિશ્વનાથ અને મૂર્તિએ વર્ષ 2014માં લગ્ન કર્યા હતા.

  • Share this:
ન્યૂયોર્કઃ અમેરિકાના કેલિફોર્નિયાામાં એક ભારતીય દંપતીનું 800 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી મોત થયું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે દંપતીએ સેલ્ફી લેવાના ચક્કરમાં જીવ ગુમાવ્યો હતો. ગયા અઠવાડિયે બંનેનું ખીણમાં પડી જવાથી મોત થઈ ગયું હતું. સોમવારે બંનેની ઓળખ ભારતીય દંપતી તરીકે થઈ હતી.

બંનેનાં મૃતદેહ ગયા ગુરુવારે મળી આવ્યા હતા. મૃતક વિશ્વનાથના ભાઈએ જણાવ્યું હતું કે ટેકરી પર અમુક લોકોએ ખાલી ટ્રાયપોડને જોઈને પોલીસને કોઈ વ્યક્તિ નીચે પડી ગયાની જાણ કરી હતી. વિશ્વનાથના ભાઈએ વધુમાં જણાવ્યું કે, વિશ્વનાથની પત્નીએ સેલ્ફી લેવા માટે ટ્રાયપોડ ગોઠવ્યું હતું. ગુરુવારે બનાવની જાણ થયા બાદ બચાવદળના સભ્યો પાવરફૂલ બાયનોક્લુર સહિતના સાધનો લઈને પહોંચ્યા હતા. બંનેનાં મૃતદેહને ખીણમાંથી હેલિકોપ્ટર મારફતે એરલિફ્ટ કરાયાં હતાં.

આ પણ વાંચોઃ ભારતીયો ખુશખબર! કતારમાં કર્મચારી હવે માલિકની મંજૂરી વગર દેશ છોડી શકશે

કેલિફોર્નિયાના યોસેમોઇટ નેશનલ પાર્કના વેરાન ક્ષેત્રમાં ગત અઠવાડિયે આ બનાવ બન્યો હતો. મૃતકોની ઓળખ વિષ્ણુ વિશ્વનાથન (29) અને મીનાક્ષી મૂર્તિ (30) તરીકે કરવામાં આવી છે. વિશ્વનાથ અને મૂર્તિએ વર્ષ 2014માં લગ્ન કર્યા હતા.

મૃતક વિશ્વનાથને હાલમાં જ સેન જોસમાં સિસ્કો કંપનીમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. નોકરી માટે જ વિશ્વનાથ તાજેતરમાં તેની પત્ની સાથે ન્યૂયોર્કથી સેનજોસ આવ્યો હતો. વિશ્વનાથ કેરળના ચેગન્નૂરની અન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી હતો.

 
First published: October 31, 2018, 9:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading