ભારતીય સેનાએ લીધો બદલો, પાકિસ્તાનની સીમામાં ઘુસીને માર્યા તેમનાં 3 સૈનિક

Margi | News18 Gujarati
Updated: December 26, 2017, 11:31 AM IST
ભારતીય સેનાએ લીધો બદલો, પાકિસ્તાનની સીમામાં ઘુસીને માર્યા તેમનાં 3 સૈનિક
ફક્ત 48 કલાકમાં ભારતીય સેનાએ તેનાં ચાર જવાનોની શહાદતનો બદલો લઇ લીધો છે. ભારતીય સેનાએ ફરી એક વખત LoC પાર કરીને પાકિસ્તાની સેનાનાં ત્રણ જવાનોનો ખાતમો કર્યો છે.

ફક્ત 48 કલાકમાં ભારતીય સેનાએ તેનાં ચાર જવાનોની શહાદતનો બદલો લઇ લીધો છે. ભારતીય સેનાએ ફરી એક વખત LoC પાર કરીને પાકિસ્તાની સેનાનાં ત્રણ જવાનોનો ખાતમો કર્યો છે.

  • Share this:
નવી દિલ્હી: ભારતે ફરી એક વખત પાકિસ્તનની નાપાક હરકતનો બદલો લીધો છે. ફક્ત 48 કલાકમાં ભારતીય સેનાએ તેનાં ચાર જવાનોની શહાદતનો બદલો લઇ લીધો છે. ભારતીય સેનાએ ફરી એક વખત LoC પાર કરીને પાકિસ્તાની સેનાનાં ત્રણ જવાનોનો ખાતમો કર્યો છે.

સર્જિકલ સ્ટ્રાઇકની જેમ જ આ હુમલામાં ભારતીય સેનાએ પાક સેનાને સંભાળવાની તક મળી છે. સોમવાર રાત્રે ભારતનાં પૂંછ પાસે રાવલકોટ સેક્ટરમાં જવાબી ફાયરિંગમાં તેમનાં ત્રણ પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે. આશે 15 મહિના પહેલાં જ ભારત અને પાકિસ્તાનમાં ઘુસીને પાકિસ્તાનની સૈનિકોને ઠાર માર્યા હતાં. જોકે તે મોટી સર્જિકલ સ્ટ્રાઇક હતી. પણ સોમવારે જે પ્રકારે ઓપરેશન હાથ દરવામાં આવ્યું તે પણ કાબિલ એ તારીફ હતું.

ગુપ્ત એજન્સીની માનીયે તો, ભારતીય સેનાનાં જવાન ગત રાત્રે પાકિસ્તાની સીમામાં ઘુસીને પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીરમાં સ્થિત રાવલોકટ સેક્ટર સ્થિત રખચિકરીમાં ઘુસીને ત્યાંનાં ત્રણ પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા હતાં. ભારતીય સેનાનાં આ હુમલામાં એક પાકિસ્તાની સૈનિક ઘયલ પણ થયો છે.ભારતીય સેનાની આ કાર્યવાહીને પાકિસ્તાન તરફથી વારંવાર કરવમાં આવતાં સિઝફાયરનાં ઉલ્લંઘનનાં જવાબમાં હતી. તો આ હુમાલામાં ભારતીય સૈનિકોને કોઇ જ નુક્શાન નથી.

ગત શનિવારે જ પાકિસ્તાને સિઝફાયરનું ઉલ્લંઘન કરતાં ભારે ગોળાબારી કરી હતી. આ હુમલામાં સેનાનાં એક મેજરઅને ત્રણ જવાન શહીદ થઇ ગયા હતાં. તેનાં એક દિવસ બાદ રવિવારે નિયંત્રણ  રેખાનાં સંઘર્ષપૂર્ણ સ્થિતિ હતી. જોકે અહીં ભારતીય સેનાનાં હુમલાની તાકમાં બેઠેલા પાકિસ્તાની સ્નાઇપર્સ ઠાર મરાયા હતાં.

આ વચ્ચે જમ્મૂ-કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણની પણ ખબરો હતી. સુરક્ષાદળની કાર્યવાહીમાં એક આતંકવાદી પણ ઠાર મરાયો હતો. હાલમાં આ વિસ્તારમાં ગોળીબાર ચાલુ છે સુરક્ષાદળનાં વિસ્તારને ઘેરી રાખ્યો છે.અધિકૃત માહિતી અનુસાર, પાકિસ્તાને આ વર્ષે 10 ડિસેમ્બર સુધી નિયંત્રણ સીમા રેખા પર કૂલ 771 વખત, જ્યારે આ વર્ષનાં નવેમ્બરનાં અંત સુધી આંતરરાષ્ટ્રિય સીમા રેખા પર 110 વખત સિઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. આ પ્રકારની ઘટનાઓમાં 14 સૈનિકો, 12 અર્ધ સૈનિકદળ અને 4 BSF શહિદ થઇ ચુક્યા છે. તો બીજી તરફ, જૈસ-એ-મોહમ્મદનાં આતંકવાદી નૂર મોહમ્મદ દક્ષિણ
કશ્મીરનાં પુલવામાં જિલ્લાનાં સેમ્પોરામાં થયેલાં સંધર્ષમાં ઠાર મરાયો હતો.
First published: December 26, 2017, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading