અમેરિકન કોર્ટમાં જજ બની ભારતીય મૂળની પારસી નિઓમી રાવ

News18 Gujarati
Updated: March 21, 2019, 11:33 AM IST
અમેરિકન કોર્ટમાં જજ બની ભારતીય મૂળની પારસી નિઓમી રાવ
નિઓમી જહાંગીર રાવ (ફાઇલ ફોટો)

અમેરિકામાં શ્રી શ્રીનિવાસન બાદ આ મહત્વપૂર્ણ પદ પર પહોંચનારી નિઓમી રાવ એવી બીજી ભારતીય-અમેરિકન

  • Share this:
અમેરિકાની પ્રસિદ્ધ ભારતીય-અમેરિકન વકીલ નિઓમી જહાંગીર રાવે ડીસી સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સમાં જજના પદની શપથ લીધી છે. નિઓમી રાવે વિવાદિત જજ જસ્ટિસ બ્રેટ કાનવાહને રિપ્લેસ કર્યા છે.

અમેરિકન સુપ્રીમ કોર્ટના જજ ક્લેરેંસ થોમસે મંગળવારે વ્હાઇટ હાઉસના રુજવેલ્ટ રૂમમાં નિઓમી રાવને શપથ લેવડાવ્યા. વ્હાઇટ હાઉસના કાર્યક્રમ અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ સમારોહમાં ભાગી લીધો હતો. શ્રી શ્રીનિવાસન બાદ નિઓમી રાવ એવી બીજી ભારતીય-અમેરિકન છે જે આ મહત્વપૂર્ણ પદ પર પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પદ માટે તેમનું નામ નોમિનેટ કર્યું હતું. સીનેટે ગત સપ્તાહ 53-46થી તેમના નામ પર મહોર લગાવી હતી.

આ પણ વાંચો, પાક.ને USની ચેતવણી: ભારત પર વધુ એક આતંકી હુમલો ઘણી પરેશાની લઈને આવશે

ભારતીય મૂળના પારસી પરિવારમાં જરીન રાવ અને જહાંગીર નારીઓશંગ રાવને ત્યાં 23 માર્ચ 1973ના રોજ જન્મેલી નિઓમી જહાંગીર રાવનું બાળપણ મિશિગનના બ્લૂમફીલ્ડ હિલ્સમાં પસાર થયું અને ડેટ્રાયટ કન્ટ્રી ડે સ્કૂલથી પ્રારંભિક શિક્ષણ બાદ તેઓએ યેલ યુનિવર્સિટીથી વિશિષ્ટ યોગ્યતાની સાથે સ્નાતકની ઉપાધિ મેળવી છે.

નિઓમી રાવે યેલ તથા શિકાગો યુનિવર્સિટીથી લો ગ્રેજ્યુએટ રાવે ખાનગી ક્ષેત્રમાં પણ કામ કર્યું છે. તેમને લંડન સ્થિત કાયદાકિય ફર્મના આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા સમૂહ ક્લિફોર્ટ ચાંસ એલએલપીમાં કામ કરવાનો પણ અનુભવ છે.આ પહેલા તે સંઘીય સરકારની તમામ ત્રણ શાખાઓમાં કામ કરી ચૂક્યા છે. તેઓ જોર્જ બુશ એડમિનિસ્ટ્રેશન માટે સહયોગી વકીલ અને વિશેષ સહાયક તરીકે કામ કરી ચૂક્યા છે. જુલાઈ 2017માં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં સામેલ થનારી રાવ જીએમયૂમાં એસોસિએટ લો પ્રોફેસર તરીકે કાર્યરતા હતી.
First published: March 21, 2019
વધુ વાંચો
अगली ख़बर