terrorism સામેની લડાઈમાં ભારત અને અમેરિકા એકબીજાનો સહકાર આપી શકે: કૃષ્ણમૂર્તિ
terrorism સામેની લડાઈમાં ભારત અને અમેરિકા એકબીજાનો સહકાર આપી શકે: કૃષ્ણમૂર્તિ
ભારતીય અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિની ફાઈલ તસવીર
America India against terrorism: આતંકવાદ સામેની લડાઈમાં (fight against terrorism) ભારત અને અમેરિકા (India America relations) એકબીજાની મદદ કરી શકે છે, તેવું ભારતીય અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિનું (Indian American Member of Parliament Raja Krishnamurthy) કહેવું છે.
fight against terrorism: અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી (America Afghanistan) પોતાની સેના પછી ખેંચી લેતા ઇતિહાસમાં સૌથી લાંબુ યુદ્ધ (America war in Afghanistan) સમાપ્ત થયું છે. અફઘાનિસ્તાન, તાલિબાન અને આતંકવાદ (taliban terrorism Afghanistan) જેવા મુદ્દા આખા વિશ્વને સમયાંતરે સાતવતા આવ્યા છે. ત્યારે આતંકવાદ સામેની લડાઈમાં (fight against terrorism) ભારત અને અમેરિકા (India America relations) એકબીજાની મદદ કરી શકે છે, તેવું ભારતીય અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિનું (Indian American Member of Parliament Raja Krishnamurthy) કહેવું છે.
PTIને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું છે કે, અફઘાનિસ્તાન ISIS અને અલ-કાયદા જેવા આતંકવાદી જૂથો માટે આશ્રયસ્થાન ન બને તે માટે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલુ રાખવું જોઈએ. ભારત અને અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં ગુપ્ત માહિતી વહેંચવા સહિત અનેક રીતે સહકાર આપી શકે છે. સાથે જ તેઓ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની ક્ષમતા વધારવા અને તેમના મનસૂબા પર પાણી ફેરવવા સાથે કામ કરી શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે, આપણે આતંકવાદ સામેના પ્રયાસો ચાલુ રાખવા પડશે. મને લાગે છે કે, તેમાં માત્ર ભારત અને અમેરિકા જ નહીં પણ અમારા સાથીઓનો પણ સમાવેશ થશે.
હાલ અફઘાનિસ્તાન સામેની લડત પુરી થઈ ગઈ છે. અમેરિકામાં ઇતિહાસમાં તેનું આ સૌથી લાબું યુદ્ધ હતું. દેશ માટે સેવા આપનાર સૈનિકોની રાજા કૃષ્ણમૂર્તિએ પ્રશંસા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, સૈનિકોએ 1,2000થી વધુ લોકો અફઘાનિસ્તાનમાંથી સલામત બહાર કાઢ્યા છે.
તાલિબાન સામેના યુદ્ધના અંત બાબતે તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે, 20 વર્ષ વિતાવ્યા પછી, અબજો રૂપિયા ખર્ચ્યા પછી અને હજારો અમેરિકન સૈનિકોને મરતા જોયા પછી અફઘાનિસ્તાન છોડવું જોઈએ તેવું અમેરિકન લોકો ઇચ્છતા હતા. જોકે, જે રીતે અમેરિકન સેનાએ અફઘાનિસ્તાન છોડ્યું હતું, તેની તપાસ થવી જોઈએ. કારણ કે તે વધુ સારી રીતે થઈ શક્યું હોત.
તેમનું કહેવું છે કે, મોટાભાગના અમેરિકન નાગરિકો અને મારા સાથીઓ અફઘાનિસ્તાનમાં ના રહેવાના રાષ્ટ્રપતિ બીડનના નિર્ણય સાથે સહમત છે. કૃષ્ણમૂર્તિએ અફઘાનિસ્તાનમાં પોતાના સહયોગીઓને બહાર કાઢવાની પોતાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઇલિનોઇસના ત્રણ ટર્મથી ચૂંટાતા સાંસદ કૃષ્ણમૂર્તિ હાઉસ પરમેનન્ટ સિલેક્ટ કમિટી ઓન ઇન્ટેલિજન્સના પ્રથમ ભારતીય-અમેરિકન સભ્ય છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી મિશન ચાલુ રાખવું જોઈએ. આપણે ISIS અથવા અલ કાયદા જેવા અન્ય આતંકી જૂથોને અફઘાનિસ્તાનને સેફ હૈવન બનાવવા દેવું જોઈએ નહીં.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર