સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના સદસ્યના રુપમાં ભારતે ભારે મતોથી જીત મેળવી છે. સંયુક્ત રાષ્ટ્રની 193 સદસ્યોની મહાસભામાંમાં આગામી ત્રણ વર્ષ માટે માનવાધિકાર પરિષદના નવા સદસ્યોની ચૂંટણી કરવામાં આવી હતી.પરિષદના સદસ્યો ગુપ્ત મતદાન દ્વારા પૂર્ણ બહુમતના આધારે ચુંટાય છે. પરિષદમાં ચુંટાવવા માટે કોઈપણ દેશને ઓછામાં ઓછા 97 વોટની જરૂર હોય છે. ભારતની 188 વોટથી જીત થઈ હતી.
એશિયા પ્રશાંત ક્ષેત્રમાંથી માનવાધિકાર પરિષદમાં કુલ પાંચ સીટો છે. આ માટે ભારત સિવાય બહરીન, બાંગ્લાદેશ,ફિજી અને ફિલીપાઇન્સે પોતાનું નામાંકન ભર્યું હતું. આ દેશો વચ્ચે ભારતની જીત નક્કી માનવામાં આવી રહી હતી. નવા સદસ્યોનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2019થી શરૂ થઈને ત્રણ વર્ષ સુધી ચાલશે.
ભારત આ પહેલા 2011થી 2014 અને 2014થી 2017 એમ બે વખત માનવાધિકાર પરિષદનું સદસ્ય રહી ચુક્યું છે. ભારતનો અંતિમ કાર્યકાળ 31 ડિસેમ્બર 2017ના રોજ સમાપ્ત થયો હતો.
Voting for a Happy Outcome.
Thanks to the support of all our friends @UN , India wins seat to Human Rights Council with highest votes among all candidates.🙏🏽 pic.twitter.com/zhpJAZEs7C
યૂએનમાં ભારતના સ્થાયી રાજદૂત સૈયદ અકબરુદ્દીને ટ્વિટ કરી આ ઉપલબ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું છે કે ભારતને શાનદાર જીત મળી છે. બધા ઉમેદવારોમાં ભારતને સૌથી વધારે મત મળ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર