બ્રિટિશ સાંસદને ભારતે એરપોર્ટ પરથી જ પરત મોકલ્યા, શું છે કારણ?

News18 Gujarati
Updated: July 12, 2018, 12:27 PM IST
બ્રિટિશ સાંસદને ભારતે એરપોર્ટ પરથી જ પરત મોકલ્યા, શું છે કારણ?
લોર્ડ એલેક્ઝેન્ડર કાર્લિલે

  • Share this:
બ્રિટનના સાંસદ લોર્ડ એલેક્ઝેન્ડર કાર્લિલેને ભારતે દિલ્હી એરપોર્ટ પરથી જ પરત મોકલી દીધા છે. બ્રિટનના ટોચના વકીલોમાંના એક એવા લોર્ડ એલેક્ઝેન્ડર વિમાન મારફતે બુધવારે સવારે દિલ્હી એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જોકે, ભારતે તેમને દેશમાં પ્રવેશ આપ્યો ન હતો અને તેમને સ્વદેશ પરત ફરવું પડ્યું હતું.

લોર્ડ એલેક્ઝેન્ડર બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાના કાયદાકીય સલાહકાર છે. ખાલિદા હાલમાં ઢાકાની જેલમાં બંધ છે. ત્રણ વખત બાંગ્લાદેશના વડાપ્રધાન રહી ચુકાલા 72 વર્ષીય ખાલિદા જિયાને આ વર્ષે ફેબ્રુઆરીમાં પાંચ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. 'જિયા ઓફનેઝ ટ્રસ્ટ' આપવામાં આવતા અઢી લાખ ડોલર વિદેશ ફંડમાં કૌભાંડના આરોપમાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

આ કેસને લઈને લોર્ડ એલેક્ઝેન્ડર બુધવારે નવી દિલ્હી આવ્યા હતા. દિલ્હીમાં તેમના માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ ખાલિદ જિયા પર લાગેલા આરોપ અંગે આંતરરાષ્ટ્રીય મીડિયાને સંબોધન કરવાના હતા.

વિઝાને લઈને પરત મોકલવામાં આવ્યા

નવી દિલ્હી આવી પહોંચેલા લોર્ડ એલેક્ઝેન્ડર પાસે માન્ય વિઝા ન હોવાને કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે ભારતમાં તેમની પ્રવૃત્તિ તેમણે વિઝા અરજીમાં લખેલા ઉદેશ્યથી વિરુદ્ધ હતી. આ માટે તેમને ભારતમાં પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે એક વકીલ તરીકે લોર્ડ એલેક્ઝેન્ડરને ઢાકામાં પ્રવેશ પર મનાઈ છે. આ માટે જ તેઓ ભારતમાં પ્રેસ કોન્ફરન્સ કરવા માંગતા હતા. જેના કારણે તેઓ ખાલિદા જિયાના કેસમાં રહેલી ગૂંચવણો અંગે આંતરરાષ્ટ્રીય મીડિયાને બતાવી શકે. નોંધનીય છે કે પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયા પર ત્રણ ડઝન જેટલા ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ અંગે બાંગ્લાદેશની નેશનાલિસ્ટ પાર્ટીનું કહેવું છે કે તેમને અને તેના પરિવારને રાજકારણમાંથી દૂર રાખવા માટે એક ષડયંત્ર રચવમાં આવ્યું છે. આ ષડયંત્રના ભાગરૂપે જ તેમને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે.
First published: July 12, 2018, 12:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading