Home /News /world /

પાકિસ્તાનના વિદેશ મંત્રી બોલ્યા - ભારત ફરી કરી શકે છે હુમલો, તારીખ પણ જણાવી

પાકિસ્તાનના વિદેશ મંત્રી બોલ્યા - ભારત ફરી કરી શકે છે હુમલો, તારીખ પણ જણાવી

પાકિસ્તાનના વિદેશ મંત્રી બોલ્યા - ભારત ફરી કરી શકે છે હુમલો, તારીખ પણ જણાવી

કુરૈશીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાતે વિચાર-વિમર્શ પછી અમે પાકિસ્તાનના લોકોની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ આ જાણકારી આપવાનો નિર્ણય કર્યો છે

  પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ફરી એક વખત ભારત તરફથી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. કુરૈશીએ દાવો કર્યો છે કે તેને વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે ભારત ફરી એક વખત હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. મુલ્તાનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કુરૈશીએ આ વાત કરી હતી.

  Geo News ના મતે કુરૈશીએ કહ્યું હતું કે પાકિસ્તાન ઉપર ભારત તરફથી 16 એપ્રિલથી 20 એપ્રિલ વચ્ચે હુમલો થવાની સંભાવના છે. અમારી પાસે હાલ જે વિશ્વસનીય જાણકારી છે તે પ્રમાણે પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહીને યોગ્ય સાબિત કરવા માટે, પુલવામાં જેવી એક નવી ઘટના ભારત દ્વારા પાકિસ્તાન પર રાજનિક દબાણ વધારવા માટે પ્લાન્ડ થઈ શકે છે.

  કુરૈશીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાતે વિચાર-વિમર્શ પછી અમે પાકિસ્તાનના લોકોની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ આ જાણકારી આપવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રને જાણકારી આપવી અમારી નીતિ છે.

  આ પણ વાંચો - F-16ની ગણતરીના દાવા અંગે અમેરિકાએ કહ્યું,આવી કોઈ ગણતરી કરાઈ નથી

  કુરૈશીએ કહ્યું હતું કે હાલ યુદ્ધની કોઈ આશંકા નથી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા બનાવી રાખવામાં પોતાની ભૂમિકા નિભાવના આહ્વવાન કર્યું છે. કુરૈશીએ કહ્યું હતું કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બધા પાંચ સ્થાયી સદસ્ય દેશો (ચીન, અમેરિકા, ફ્રાન્સ, રશિયા અને બ્રિટન)ને ભારતને કોશિશ વિશે જાણકારી આપી છે.

  કુરૈશીએ કહ્યું હતું કે પાકિસ્તાન મામલાને હલ કરવા માટે ઇમાનદારીથી પ્રયત્ન કરી રહ્યું છે અને ફરીથી બંને દેશો અને ક્ષેત્રના હિતોથી વાતચીત માટે ભારતને આમંત્રિત કરી રહ્યા છીએ. પાક મંત્રીએ પ્રસ્તાવ આપ્યો છે કે શાંતિ અને બંને દેશોની આર્થિક સમૃદ્ધિ માટે પાકિસ્તાન ફરીથી ભારતને વાતચીત માટે આમંત્રિત કરી રહ્યું છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Foreign Minister, Pakistan Foreign Minister, Shah Mahmood Qureshi, પાકિસ્તાન, ભારત

  આગામી સમાચાર