Home /News /world /

ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી ધનાઢ્ય દેશ, યુએસ પ્રથમ સ્થાને

ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી ધનાઢ્ય દેશ, યુએસ પ્રથમ સ્થાને

ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી ધનાઢ્ય દેશ, યુએસ પ્રથમ સ્થાને.

વિશ્વના સૌથી ધનવાન દેશોની યાદીમાં ભારતને છઠ્ઠું સ્થાન મળ્યું છે. ભારત દેશની કુલ અસ્કયામતો 8,230 અબજ ડોલર છે. આ યાદીમાં અમેરિકા ટોચનું સ્થાન ધરાવે છે. આવું ન્યુ વર્લ્ડ વેલ્થ રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટ અનુસાર, 2017માં 64,584 અબજ ડોલરની સંપત્તિ સાથે અમેરિકા વિશ્વનો સૌથી ધનાઢ્ય દેશ છે. યુએસ પછી, 24,803 અબજ ડોલરની સંપત્તિ સાથે ચીન બીજા સ્થાને છે અને જાપાન (19,522 અબજ ડોલર) સાથે ત્રીજા સ્થાને છે. બ્રિટન ચોથા સ્થાને (9,919 બિલિયન ડોલર), જર્મની પાંચમા સ્થાને (9660 અબજ ડોલર), ફ્રાન્સ 7મા સ્થાને (6649 અબજ ડોલર), કેનેડા 8મા સ્થાને (6393 અબજ ડોલર), ઓસ્ટ્રેલિયા 9મા સ્થાને (6142 અબજ ડોલર) અને ઇટાલી 10મા સ્થાને (4276 અબજ ડોલર) છે

કુલ મિલકતનો અર્થ દેશ-શહેરમાં રહેતી તમામ વ્યક્તિઓની વ્યક્તિગત મિલકત. એમાં તેમની જવાબદારીઓ ઘટાડીને બધી સંપત્તિ (મિલકત, રોકડ,સ્ટોક્સ, બિઝનેસ શેર)નો સમાવેશ થાય છે. જોકે રિપોર્ટના આંકડાઓમાં સરકારના ભંડોળને બાકાત રખાયું છે.

રિપોર્ટમાં 2017માં દેશને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારું મિલકતોનું બજાર કહેવામાં આવ્યું છે. દેશની કુલ સંપત્તિ વર્ષ 2016માં 6,584 અબજ ડોલરથી વધીને 8,230 અબજ ડોલર થઈ હતી, એમાં 25 ટકા વધારો થયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા એક દાયકામાં (2007-2017) દેશની કુલ અસ્ક્યામતો વર્ષ 2007માં 3,165 અબજ ડોલરથી વધીને વર્ષ 2017માં 8,230 અબજ ડોલર થઈ ગઈ છે, એમાં 160 ટકાનો વધારો થયો હતો.

કરોડપતિઓની સંખ્યાના સંદર્ભમાં ભારત સાતમો સૌથી મોટો દેશ છે. ભારતમાં 20,730 કરોડપતિઓ છે. જોકે અબજોપતિઓના સંદર્ભમાં યુએસ અને ચીન પછી વિશ્વમાં ત્રીજા સ્થાને છે. અહીં 119 અબજોપતિઓ છે.
Published by:Sanjay Joshi
First published:

Tags: Richest country, US, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन