વર્લ્ડ બૅન્કે ભારતની કરી પ્રશંસા, કહ્યું - 10 વર્ષમાં ભારત આ લક્ષ્યાંક મેળવી લેશે

News18 Gujarati
Updated: October 16, 2019, 6:26 PM IST
વર્લ્ડ બૅન્કે ભારતની કરી પ્રશંસા, કહ્યું - 10 વર્ષમાં ભારત આ લક્ષ્યાંક મેળવી લેશે
વર્લ્ડ બૅન્કે ભારતની કરી પ્રશંસા, કહ્યું - 10 વર્ષમાં ભારત આ લક્ષ્યાંક મેળવી લેશે

ભારતમાં 1990 પછી ગરીબીના મામલામાં ઘણો સુધારો થયો છે અને આ દરમિયાન ગરીબી દર અડધો રહી ગયો છે

  • Share this:
વોશિંગ્ટન : ભારત (India)માં 1990 પછી ગરીબીના મામલામાં ઘણો સુધારો થયો છે અને આ દરમિયાન ગરીબી દર અડધો રહી ગયો છે. ભારતે છેલ્લા 15 વર્ષમાં સાત ટકાથી વધારે આર્થિક વુદ્ધિ દર મેળવ્યો છે. આવી ટિપ્પણી વર્લ્ડ બૅન્કે (World Bank)કરી છે.

વર્લ્ડ બૅન્કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (International Monetary Fund)સાથે વાર્ષિક બેઠક પહેલા કહ્યું છે કે ભારતની વધારે ગરીબીને દૂર કરવા સહિત પર્યાવરણમાં ફેરફાર જેવા મહત્વના મુદ્દા પર વૈશ્વિક વસ્તુઓના પ્રભાવી તરીકે વૈશ્વિક આગેવાની વિકાસ પ્રયત્નોની સફળતા માટે મહત્વપૂર્ણ છે.

વર્લ્ડ બૅન્કે કહ્યું હતું કે ભારતે છેલ્લા 15 વર્ષમાં સાત ટકાથી વધારે આર્થિક વૃદ્ધિ દર મેળવ્યો છે અને 1990 પછી ગરીબીના દરને અડધો કરી દીધો છે. આ સાથે ભારતે મોટાભાગના માનવ વિકાસ સુચઆંકમાં પણ પ્રગતિ કરી છે.

આ પણ વાંચો - જૂની ગાડીઓ દ્વારા તમે પણ કરી શકો છો સારી કમાણી, આ છે મોદી સરકારની નવી યોજના

વર્લ્ડ બૅન્કે કહ્યું હતું કે ભારતની વૃદ્ધિ રફ્તાર જારી રહેવાથી એક દશકમાં અતિ ગરીબીને પુરી રીતે સમાપ્ત કરી લેવાનો અંદાજ છે. આ સાથે કહ્યું છે કે દેશની વિકાસ યાત્રામાં ઘણા પડકારો પણ છે. ભારતે આ માટે સંશોધનોની કાર્યક્ષમતાને શાનદાર બનાવવી પડશે. શહેરી ક્ષેત્રોમાં સામુદાયિક અર્થવ્યવસ્થા દ્વારા અને ગ્રામીણ ક્ષેત્રોમાં કૃષિ ઉત્પાદન વધારીને જમીનનો શાનદાર ઉપયોગ કરવો પડશે.

વર્લ્ડ બૅન્કે કહ્યું હતું કે ભારતને વધારે મૂલ્યવર્ધક ઉપયોગ માટે પાણી વેહેંચણી કરવાને લઈને શાનદાર જળ પ્રબંધન અને વિભિન્ન ક્ષેત્રોમાં પાણીના ઉપયોગનું મૂલ્ય વધારવા માટે નીતિયોની જરુરત રહેશે. ભારત સામે અન્ય એક પડકાર મહિલા કામગારોની સંખ્યામાં આવી રહેલી કમી છે. ભારતમાં શ્રમબળમાં મહિલાઓની ભાગીદારી 27 ટકા છે. જે વર્લ્ડમાં ઘણી ઓછી છે.
First published: October 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading