Home /News /world /

અમેરિકાએ ભારત સહિત 8 દેશોને ઇરાન પાસેથી તેલ ખરીદવાની મંજુરી આપી: રિપોર્ટ

અમેરિકાએ ભારત સહિત 8 દેશોને ઇરાન પાસેથી તેલ ખરીદવાની મંજુરી આપી: રિપોર્ટ

અમેરિકાએ ભારત સહિત 8 દેશોને ઇરાન પાસેથી તેલ ખરીદવાની મંજુરી આપી: રિપોર્ટ

પાંચ નવેમ્બરથી લાગુ થનાર પ્રતિબંધ પછી જો કોઈ દેશ કે કંપની અમેરિકાની મંજુરી વગર ઇરાન પાસેથી વેપાર કરે તો તેને અમેરિકી પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે

    અમેરિકાએ ભારતને ઇરાન પાસેથી કાચા તેલની ખરીદી ચાલુ રાખવાની છુટ આપી છે. ન્યૂઝ ચેનલ બ્લૂમબર્ગના મતે અમેરિકાએ 8 દેશોને ઇરાન પાસેથી કાચું તેલ ખરીદવાની મંજૂરી આપી છે. આ લિસ્ટમાં ભારત સિવાય દક્ષિણ કોરિયા અને જાપાન પણ છે. ઇરાનના કાચા તેલના મોટાભાગના ખરીદદાર એશિયામાંથી છે. આ બધા દેશો ઇચ્છે છે કે પ્રતિબંધ છતા અમેરિકા તેમને ઇરાન પાસેથી કાચુ તેલ ખરીદવાની મંજુરી આપે. અમેરિકા તરફથી સત્તાવાર લિસ્ટ સોમવારે જાહેર કરવામાં આવશે.

    ચીનના અધિકારીએ કહ્યું છે કે અમેરિકા સાથે તેની વાતચીત ચાલી રહી છે અને જલ્દી ભારતની જેમ તેમને પણ છુટ મળી જશે. ભારત ચીન પછી ઇરાનના તેલનો બીજો સૌથી મોટો ખરીદદાર છે. આ પહેલા કહેવામાં આવતું હતું કે ભારત ઇરાન પાસેથી કાચા તેલની ખરીદીને 2017-18માં 2.26 કરોડ ટન વાર્ષિક (452,000 બેરલ પ્રતિ દિવસ)થી 1.5 કરોડ ટન વાર્ષિક (3,00,000 બેરલ પ્રતિ દિવસ) સુધી સીમિત કરવા માટે તૈયાર થઈ ગયું છે.

    આ પણ વાંચો - સેલ્ફી લેવાના ચક્કરમાં ભારતીય દંપતીએ અમેરિકામાં ગુમાવ્યો જીવ

    પાંચ નવેમ્બરથી લાગુ થનાર પ્રતિબંધ પછી જો કોઈ દેશ કે કંપની અમેરિકાની મંજુરી વગર ઇરાન પાસેથી વેપાર કરે તો તેને અમેરિકી પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Iran, Iran oil, Oil, Us-sanctions, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन