Home /News /world /ક્યુબામાં કોન્ડોમ ફક્ત સુરક્ષિત સેક્સ માટે જ નહીં, આ કામમાં પણ છે ઉપયોગી

ક્યુબામાં કોન્ડોમ ફક્ત સુરક્ષિત સેક્સ માટે જ નહીં, આ કામમાં પણ છે ઉપયોગી

ક્યુબામાં કોન્ડોમ ફક્ત સુરક્ષિત સેક્સ માટે જ નહીં, આ કામમાં પણ છે ઉપયોગી (તસવીર - ટ્વિટર)

દાયકાથી અમેરિકા દ્વારા પ્રતિબંધિત ભોગવવાના કારણે અને સોવિયત મોડલની કેન્દ્રીયયુક્ત આર્થિક વ્યવસ્થાના કારણે અહીંની દુકાનોમાં હંમેશા જીવન જરૂરીયાત વસ્તુઓનો અભાવ હોય છે

ક્યુબામાં હાલના દિવસોમાં કોન્ડોમનો ઉપયોગ ફક્ત સુરક્ષિત સેક્સ માટે જ કરવામાં આવતો નથી. કોન્ડોમ અહીં એક સાથે ઘણા કામ કરી રહ્યો છે. જેમ કે બાળકોની બર્થ ડે પાર્ટીમાં ફુગ્ગાની જેમ ઉપયોગ કરાઈ રહ્યો છે તો મહિલાઓ માટે હેયરબેન્ડ માટે પણ પ્રયોગ થઈ રહ્યો છે. આ માટેનું કારણ ક્યુબાની રાજનીતિક અને આર્થિક નીતિઓ છે.

દાયકાથી અમેરિકા દ્વારા પ્રતિબંધિત ભોગવવાના કારણે અને સોવિયત મોડલની કેન્દ્રીયયુક્ત આર્થિક વ્યવસ્થાના કારણે અહીંની દુકાનોમાં હંમેશા જીવન જરૂરીયાત વસ્તુઓનો અભાવ હોય છે. વસ્તુઓના અભાવના કારણે જે વસ્તુઓ હાજર હોય તેનાથી જ મોટાભાગની જરૂરીયાત પુરી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

તસવીર - ટ્વિટર


હવાનામાં હેયરડ્રેસનું કામ કરનાર સેન્ડ્રા હેરનાંદેજે કહ્યું હતું કે ગ્રાહકો અમારી પાસે ઘણી આશા સાથે આવે છે અને અમે તેને નિરાશ કરવા માંગતા નથી. અમે અમારા ગ્રાહકને નિરાશ થઈને જવા દેતા નથી. જ્યારે વિકલ્પોનો અભાવ હોય છે ત્યારે કોઈ નવો વિકલ્પ બનાવવો પડે છે. સેન્ડ્રા પોતાના ગ્રાહકો માટે કોન્ડોમનો ઉપયોગ હેયરબેન્ડની જેમ કરે છે.

તસવીર - ટ્વિટર


કોન્સર્ટ અને બાળકોની બર્થ ડે પાર્ટીમાં પણ કોન્ડામનો મોટા આકારના ફુગ્ગા બનાવવા માટે થાય છે. કોન્ડોમના આ ફુગ્ગામાં સફેદ રિબન લગાવીને તેને સમુદ્રના કિનારે ઉડાડવામાં પણ આવે છે. ક્યારેય-ક્યારેક તો માછલી પકડવાની રમતમાં પણ કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે.
First published:

Tags: Condom, Cuba

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો