Home /News /world /પાકિસ્તાન: જાણો કેમ રદ થઇ શકે છે ઇમરાન ખાનનો વોટ

પાકિસ્તાન: જાણો કેમ રદ થઇ શકે છે ઇમરાન ખાનનો વોટ

  પાકિસ્તાનમાં આજે બુધવારે સંઘ અને પ્રાંતોનું મતદાન થઇ રહ્યું છે. વોટિંગ દરમિયાન બલૂચિસ્તાનના ક્વેટામાં બોમ્સ વિસ્ફોટ પણ થયો છે. આ દૂર્ઘટનામાં 31 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 30 લોકો ઇજાગ્રસ્ત છે. પાકિસ્તાનમાં સવારે 8.00 કલાકથી જ મતદાન શરૂ થયું હતું. મળતી જાણકારી પ્રમાણે ઇમરાન ખાનનો મત રદ થઇ શકે છે.

  પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના નેતા ઇમરાન ખાન પર વોટિંગ દરમિયાન વીડિયો રેકોર્ડ કરવાનો આરોપ છે. આ ઘટનાને પાકિસ્તાન ચૂંટણી આયોગે ગંભીરતાથી લઇ રહ્યું છે.

  ઇમરાન ખાને વોટિંગ પછી વાતચીત કરતાં જણાવ્યું કે, પાકિસ્તાનની સેનાને નબળી કરવા માટે નવાઝ શરીફે ભારતની મદદ લીધી હતી. એટલે હવે ભારતને ચિંતા છે કે જો ઇમરાન ખાન પીએમ બની ગયા તો તે માત્ર પાકિસ્તાનનું જ વિચારશે.

  પીટીઆઈ નેતા ઇમરાન ખાને આ વખતે ચૂંટણીમાં પોતાની જીત નક્કી હોવાનો દાવો કર્યો છે. તો પણ ઇમરાન ખાન કોઇ રિસ્ક લેવા નથી માંગતાં. તેઓ એક કે બે નહીં પુરૂ પાંચ સીટો પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ઇમરાન પંજાબ પ્રાંત, ખૈબર પખ્તૂનખ્વા અને સિંધ પ્રાંતથી ચૂંટણી મેદાનમાં છે. તેઓ કરાચી, લાહોર, રાવલપિંડી, બન્નુ અને મિયાંવાલીથી ચૂંટણી લડી રહ્યાં હતાં. વર્ષ 2013માં તેમણે 4 સીટો પરથી ચૂંટણી લડ્યા હતાં.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Imran Khan, Pakistan election, PTI

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन