ટ્વિટર પર આ પોસ્ટ કરી ટ્રોલ થયા પાક. PM ઈમરાન, લોકોએ કહ્યુ-ભૂલ સુધારો!

ઈમરાનના આ ટ્વિટ બાદ કોમેન્ટમાં તેમને ટ્રોલ કરનારાઓનું જાણે કે પુર આવી ગયું.

ઈમરાન ખાનના આ ટ્વિટ બાદ કમેન્ટમાં તેમને ટ્રોલ કરનારાઓનું જાણે કે પુર આવી ગયું

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક સુવિચાર શેર કર્યો. ઈમરાને એક તસવીર રેશ કરી જેમાં લખ્યું હતું, હું ઊંઘ્યો અને સ્વપ્ન જોયું કે જીવન આનંદ છે. હું જાગ્યો અને જોયું કે જીવન સેવા છે. મેં સેવા કરી અને જાણ્યું કે સેવા આનંદ છે. I slept and I dreamed that life is all joy. I woke and I saw that life is all service. I served and I saw that service is joy. તેઓએ આ તસવીરના કેપ્શનમાં લખ્યું કે જે પણ લોકો જિબ્રાનના શબ્દોમાં છુપાયેલું જ્ઞાન શોધે છે અને તેને મેળવી પણ લે છે, તેઓ સંતોષભર્યુ જીવન પ્રાપ્ત કરે છે.

    ઈમરાન ખાને કરેલું ટ્વિટ


    ઈમરાનના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ. મૂળે, ઈમરાને જે સુવિચાર ટ્વિટ કર્યુ હતું તે અસલમાં રવિન્દ્રનાથ ટાગોરનો છે. ઈમરાને જે ટ્વિટ કર્યુ તેની ભાષા મૂળ સુવિચારની ભાષાથી થોડી અલગ છે. સાથોસાથ ઈમરાને ખલીલ જિબ્રાનનો વિચાર જણાવ્યો છે. રવિન્દ્રનાથ ટાગોરનો સુવિચાર 'I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy' છે.

    ઈમરાનના આ ટ્વિટ બાદ કોમેન્ટમાં તેમને ટ્રોલ કરનારાઓનું જાણે કે પુર આવી ગયું. ત્યારબાદ લોકોએ તેમને એ જણાવવાનું શરૂ કરી દીધું કે આ રવિન્દ્રનાથ ટાગોરનો સુવિચાર છે.

    એક યૂઝરે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝિણાની તસવીર લગાવીને ટાગોરથી માફી માંગી છે.


    એક યૂઝરે અસલી સુવિચારની સાથે તસવીર પોસ્ટ કરી છે.


    એક યૂઝરે લખ્યું છે કે આ લોકોનો આવો જ ઈતિહાસ રહ્યો છે.


    બીજી તરફ, પાકિસ્તાનના એક પત્રકારે પણ ઈમરાન ખાનને પોતાની ભૂલ સુધારવા માટે કહ્યું છે.


    આ પણ વાંચો, અમેરિકામાં 2020 ચૂંટણીના શ્રીગણેશ, ટ્રમ્પે પ્રથમ રેલી કરી સભા ગજવી
    Published by:Mrunal Bhojak
    First published: