ઇમરાને આપી પરમાણુ યુદ્ધની ધમકી, કહ્યું - વાતચીત નહીં થાય

News18 Gujarati
Updated: August 22, 2019, 12:23 PM IST
ઇમરાને આપી પરમાણુ યુદ્ધની ધમકી, કહ્યું - વાતચીત નહીં થાય
ઇમરાને આપી પરમાણુ યુદ્ધની ધમકી, કહ્યું - વાતચીત નહીં થાય

ઇમરાને કહ્યું - ભારત પાકિસ્તાન સામે કાર્યવાહીને યોગ્ય ગણાવવા માટે કાશ્મીરમાં ખોટું અભિયાન શરુ કરી શકે છે

  • Share this:
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ભારત સાથે વણસી રહેલા સંબંધો વચ્ચે પરમાણું હુમલાની ખોખલી ધમકી આપી છે. અમેરિકી અખબાર The New York Timesને આપેલા ઇન્ટરવ્યૂમાં આ ધમકી આપી હતી. આ સિવાય ઇમરાને કહ્યું હતું કે ભારત સાથે વાતચીત ચાલું રાખવા માંગતા નથી.

NYTના પ્રમાણે ઇમરાને કહ્યું હતું કે તેની (ભારત) સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. મેં બધુ જ કરી લીધું છે. દુર્ભાગ્યથી હવે હું પાછું વળીને જોઉ છું તો શાંતિ અને સંવાદ માટે જે હું કરી રહ્યો હતો. મને લાગે છે કે તેને તૃષ્ટીકરણ માન્યું છે. NYTના મતે ઇમરાન ખાને ચેતવણી આપી છે કે જો ભારતે પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહી શરુ કરી તો પાકિસ્તાન જવાબ આપવા મજબૂર હશે.

ઇમરાને કહ્યું હતું કે ભારત પાકિસ્તાન સામે કાર્યવાહીને યોગ્ય ગણાવવા માટે કાશ્મીરમાં ખોટું અભિયાન શરુ કરી શકે છે. મારી ચિંતા એ છે કે આ વધી પણ શકે છે અને બે પરમાણુ સશસ્ત્ર દેશો માટે અને દુનિયા માટે આ ખતરનાક હશે.

આ પણ વાંચો - ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા સચેત, અફઘાનિસ્તાનમાં આતંકીઓ સામે લડવા તૈયાર રહે ભારત

આ પહેલા ઇમરાન ખાને મંગળવારે કહ્યું હતું કે પાકિસ્તાન માટે કાશ્મીર સુરક્ષાની પ્રથમ પંક્તિ છે. તેની કેબિનેટ એ નિર્ણય કર્યો છે કે પ્રધાનમંત્રી મોદી જ્યારે આગામી મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે તે દરમિયાન પાકિસ્તાન કાશ્મીરમાં સ્થિતિને રેખાંકિત કરશે. ખાનની અધ્યક્ષતામાં મંગળવારે થયેલી બેઠક પછી આ ઘટનાક્રમ સામે આવ્યો હતો. મોદી 27 સપ્ટેમ્બરે ઇમરાન ખાન પહેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે.

બીજી તરફ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું હતું કે ઇસ્લામાબાદ કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (યૂએનએચઆરસી)માં ઉઠાવવાની યોજના બનાવી રહ્યું છે.
First published: August 22, 2019, 12:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading