ભારત આગળ નરમ પડ્યું પાકિસ્તાન, ઇમરાને કહ્યું - પહેલા નહીં કરીએ પરમાણુ હુમલો

News18 Gujarati
Updated: September 3, 2019, 7:50 AM IST
ભારત આગળ નરમ પડ્યું પાકિસ્તાન,  ઇમરાને કહ્યું - પહેલા નહીં કરીએ પરમાણુ હુમલો
ભારત આગળ નરમ પડ્યું પાકિસ્તાન, ઇમરાને કહ્યું - પહેલા નહીં કરીએ પરમાણું હુમલો

સતત પરમાણુ યુદ્ધની ધમકી આપ્યા પછી પાકિસ્તાનના તેવર હવે ઢીલા પડતા જોવા મળી રહ્યા

  • Share this:
સતત પરમાણુ યુદ્ધની ધમકી આપ્યા પછી પાકિસ્તાનના તેવર હવે ઢીલા પડતા જોવા મળી રહ્યા છે. સોમવારે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન પહેલા પરમાણુ હથિયારનો ઉપયોગ કરશે નહીં. આ પહેલા પાકિસ્તાનના પીએમે ઘણી વખત પરમાણુ યુદ્ધનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીર માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. પાકિસ્તાનના પીએમની ધમકીને ભારત કે દુનિયામાંથી કોઈએ મહત્વ આપ્યું ન હતું.

કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણો તણાવ છે. આ દરમિયાન ઇમરાન ખાને કહ્યું છે કે તે પહેલા પરમાણુ હથિયારનો ઉપયોગ કરશે નહીં. લાહોરમાં એક કાર્યક્રમ દરમિયાન શીખ સમુદાયને સંબોધિત કરતા ઇમરાન ખાને કહ્યું હતું કે તેમની તરફથી પહેલ કરવામાં આવશે નહીં. ન્યૂઝ એજન્સી રોયટર્સના એક રિપોર્ટ પ્રમાણે ઇમરાન ખાને કહ્યું છે કે અમે બંને દેશો પરમાણુ સંપન્ન છીએ. જો તણાવ વધે તો દુનિયાને ઘણો ખતરો થઈ શકે છે.

આ પણ વાંચો - પાકિસ્તાનને પછાડ્યા બાદ વિંગ કમાન્ડર અભિનંદને ભરી પ્રથમ ઉડાન: VIDEO

ઇમરાન ખાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભારતને કહેવા માંગું છું કે યુદ્ધ કોઈપણ વિવાદનો હલ નથી. યુદ્ધમાં જીતેલો પણ હારેલો જ માનવામાં આવે છે. યુદ્ધ બીજી ઘણી સમસ્યાઓને જન્મ આપે છે.
First published: September 2, 2019, 9:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading