'ઇમરાન ખાન PM બનશે તો પહેલા જેવા નહીં રહે ભારત-પાક.ના સંબંધ'

News18 Gujarati
Updated: July 26, 2018, 11:59 AM IST
'ઇમરાન ખાન PM બનશે તો પહેલા જેવા નહીં રહે ભારત-પાક.ના સંબંધ'

  • Share this:
એશ્વર્યા કુમાર

ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બનવાના માર્ગે આગળ વધી રહ્યાં છે. આ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ભારતીય ઉચ્ચાયુક્તે કહ્યું કે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના ચીફ ઇમરાન ખાન સાથે એ સંબંધ નહીં રહે જે નવાઝ શરીફ સાથે હતો.

પાકિસ્તાનના પૂર્વ ભારતીય ઉચ્ચાયુક્ત ટીસીએ રાઘવને કહ્યું કે, "નવાઝ શરીફની પાસે ભારતના સંબંધો અંગે વ્યક્તિગત વિશ્વાસ અને વિઝન હતો. આ એવી વસ્તુ ન હતી કે બે દશકાઓના શાસન દરમિયાન વિકસિત કરવામાં આવી. ઇમરાન ખાનમાં આવો વિશ્વાસ દેખાવવામાં સમય લાગશે."

ન્યૂઝ 18 સાથે વાત કરતાં રાઘવને એ પણ કહ્યું કે તેમને નથી લાગતું કે ઇમરાન ખાનના વડાપ્રધાન બન્યાં પછી ભારત સાથેના સંબંધોમાં કોઇ નાણાંકીય બદલાવ આવશે. તેમણે કહ્યું કે, 'ગઠબંધનની સંભાવના છે અને તેમાં કોઇ સંદેહ નથી કે તેઓ ઘરેલુ મુદ્ગાઓ પહેલા ઉકેલશે.'

ઇમરાન ખાને ચૂંટણી પહેલા ભારત પર તેમની સેનાની તસવીર બગાડવાનો આરોપ કર્યો હતો. તેમણે નવાઝ શરીફ પર પણ આરોપ લગાવતાં કહ્યું હતું કે, તેઓ ભારતનો પક્ષ લઇ રહ્યાં છે. સાથે તેમણે એ પણ કહ્યું કે તે પોતાના હિતો માટે કામ કરી રહ્યાં છે. જો કે રાઘવનના આવા નિવેદનોને ફગાવી દીધા હતાં. તેમણે કહ્યું કે, 'પાકિસ્તાનની રાજનીતિમાં આ નિવેદન ઘણું સામાન્ય છે. આપણે વાસ્તવમાં તે જોવાનું રહેશે કે સત્તામાં આવ્યાં પછી તેઓ શું કરે છે.'
First published: July 26, 2018, 11:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading