Home /News /world /

ઇમરાન ખાન કટ્ટરપંથીઓ આગળ ઘુંટણિયે, અલ્પસંખ્યક અર્થશાસ્ત્રીને હટાવ્યા

ઇમરાન ખાન કટ્ટરપંથીઓ આગળ ઘુંટણિયે, અલ્પસંખ્યક અર્થશાસ્ત્રીને હટાવ્યા

ઇમરાન ખાન કટ્ટરપંથીઓ આગળ ઘુંટણિયે, અલ્પસંખ્યક અર્થશાસ્ત્રીને હટાવ્યા

પાકિસ્તાન સરકારે કટ્ટરપંથીઓ આગળ ધૂંટણિયા ટેકવી દેતા શુક્રવારે પ્રખ્યાત અર્થશાસ્ત્રી આતિફ મિયાંનું નવનિર્મિત આર્થિક પેનલના સભ્યમાંથી નામાંકન પાછુ લઈ લીધું છે. આતિફ મિયાં અલ્પસંખ્યક અહમદી સમુદાયના સભ્ય છે

  પાકિસ્તાન સરકારે કટ્ટરપંથીઓ આગળ ધૂંટણિયા ટેકવી દેતા શુક્રવારે પ્રખ્યાત અર્થશાસ્ત્રી આતિફ મિયાંનું નવનિર્મિત આર્થિક પેનલના સભ્યમાંથી નામાંકન પાછુ લઈ લીધું છે. આતિફ મિયાં અલ્પસંખ્યક અહમદી સમુદાયના સભ્ય છે.

  પ્રધાનમંત્રી ઇમરાન ખાનની નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક એ ઇન્સાફની સરકારે આર્થિક સલાહકાર પરિષદ (ઇએસી) માટે આતિફના નામના નામાંકનનો બચાવ કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તે કટ્ટરપંથીઓ સાથે ઘૂંટણિયા ટેકવશે નહીં. પાકિસ્તાનના સંવિધાનમાં અહમદીઓને બિન મુસ્લિમ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની માન્યતાઓને ઘણી પ્રમુખ ઇસ્લામિક સ્કુમાં ઇશનિંદા માનવામાં આવે છે. હંમેશા કટ્ટરપંથી તેમને નિશાન બનાવે છે અને તેમના ધાર્મિક સ્થળો ઉપર પણ તોડ ફોડ કરવામાં આવે છે.

  આતિફ મિયાનું હાલમાં જ 18 સભ્યોના ઇએસી સભ્યોમાં નામાંકન કરવામાં આવ્યું હતું. ટોપ 25 સૌથી પ્રભાવશાળી યુવા અર્થશાસ્ત્રીની આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની યાદીમાં સામેલ તે એકમાત્ર પાકિસ્તાની છે. આતિફ પ્રતિષ્ઠિત પ્રિંસ્ટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે અને પાકિસ્તાની અમેરિકી છે.

  નામાંકન પાછા લેવાની પૃષ્ટિ કરતા સંચાર મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે સામાજિક સ્તર ઉપર ઘણો પણ પ્રકારના ભાગલાથી બચવા માટે સરકારે ઇએસીમાંથી આતિફ મિયાનું નામાંકન પાછુ લેવાનો નિર્ણય કર્યો છે.

  જીયો ટીવીના રિપોર્ટ પ્રમાણે પીટીઆઈ સેનેટર ફૈઝલ જાવેલે કહ્યું છે કે આતિફ મિયાં પદ છોડવા માટે તૈયાર થઈ ગયા છે અને તેના સ્થાને કોણ આવશે તેની જાહેરાત જલ્દી કરવામાં આવશે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Imran Khan

  આગામી સમાચાર