રઘવાયા ઇમરાને કહ્યું - કાશ્મીર પર કોઈપણ હદ સુધી જશે પાકિસ્તાન

News18 Gujarati
Updated: August 26, 2019, 7:11 PM IST
રઘવાયા ઇમરાને કહ્યું - કાશ્મીર પર કોઈપણ હદ સુધી જશે પાકિસ્તાન
રઘવાયા ઇમરાને કહ્યું - કાશ્મીર પર કોઈપણ હદ સુધી જશે પાકિસ્તાન

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સોમવારે કાશ્મીર મામલાને લઈને પાકિસ્તાનને સંબોધિત કર્યું

  • Share this:
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સોમવારે કાશ્મીર મામલાને લઈને પાકિસ્તાનને સંબોધિત કર્યું હતું. ઇમરાન ખાને કહ્યું હતું કે અમે કાશ્મીરીઓની આઝાદી સાથે ઉભા છીએ. દરેક સપ્તાહે કાશ્મીરના સર્મથનમાં અમે એક પ્રોગ્રામનું આયોજન કરીશું. ભારતને આ ભૂલ કરીને કાશ્મીરીઓને આઝાદી માટે ખુલ્લી છુટ આપી દીધી છે. યૂનાઇટેડ નેશન્સની જવાબદારી છે કે તે હવે કાશ્મીર સાથે ઉભું રહે. પાકિસ્તાન અને કાશ્મીર જ નહીં દુનિયાભરના સવા અરબ મુસલમાન યુનાઇટેડ નેશન્સ તરફ આશાની નજરોથી જોઈ રહ્યા છે. PoKમાં અમારી સેના પૂરી રીતે તૈયાર છે. અમે કાશ્મીર માટે કોઈપણ હદ સુધી જઈશું.

ઇમરાને કહ્યું હતું કે જો યુદ્ધ થશે તો બંને પાસે ન્યૂક્લિયર હથિયાર છે, આ જંગમાં કોઈ હારશે કે જીતશે નહીં પણ નુકસાન બંને તરફ થશે. નરેન્દ્ર મોદી સરકારે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવીને ઇતિહાસની મોટી ભૂલ કરી છે. જ્યારથી સરકારમાં આવ્યો છુ ત્યારથી મેં ફક્ત શાંતિના પ્રયત્નોને આગળ વધાર્યા હતા. જોકે ભારત તરફથી હંમેશા આ પ્રયત્નોનો ભંગ કરવામાં આવ્યો છે. ભારતે પહેલા પાકિસ્તાનને FATFમાંથી બ્લેકલિસ્ટ કરાવવાનો પ્રયત્ન કર્યો અને હવે કાશ્મીરના મુદ્દા ઉપર પાકિસ્તાનને બદનામ કરી રહ્યું છે.

આ પણ વાંચો - ટ્રમ્પ સામે મોદીએ કહ્યું - ભારત-પાકના બધા મુદ્દા દ્વિપક્ષીય, કોઈ બીજાને કષ્ટ નહીં આપીએ

આરએસએસ ઉપર લગાવ્યા આરોપ
ઇમરાને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે બીજેપીની બધી નીતિયો પાછળ આ જ સંગઠનનો હાથ રહે છે. RSS સંગઠન ફક્ત હિન્દુઓને સૌથી શ્રેષ્ઠ માને છે જ્યારે બાકી બધા તેની નજરમાં સેકન્ડ ક્લાસ સિટીઝન છે. પાછલી ભારતીય સરકારોએ પણ RSSની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
First published: August 26, 2019, 7:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading