મહિલા ફ્લાઇટમાં ઊંઘી ગઈ, ઊઠી તો ક્રૂ મેમ્બર-પેસેન્જર ગાયબ હતા!

એર કેનેડાએ આ ઘટના માટે ટિફ્ફની એડમ પાસે માફી માંગી છે.

આ ઘટના બાદ ટિફ્ફની ડરેલી અને માનસિક રીતે ઘણી પરેશાન રહેવા લાગી છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : એર કેનેડાની ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર એક ઊંઘતી મહિલાને એકલા છોડીને ચાલ્યા ગયા. મૂળે, મહિલા ફ્લાઇટના ટેક ઓફ બાદથી જ ઊંઘી ગઈ હતી. જ્યારે ઊઠી તો પ્લેન્ડ લેન્ડ થઈને પાર્કિંગમાં જઈને ઊભું થઈ ચૂક્યું હતું. સ્પષ્ટ છે કે પ્લેનના ક્રૂ મેમ્બર તે મહિલાને ન જોઈ શક્યા અને છોડીને ચાલ્યા ગયા.

  આ ઘટના જૂન મહિનાના શરૂઆતની છે. ટિફ્ફની એડમ્સ નામની મહિલાની આ કહાણીને તેના મિત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેના જણાવ્યા મુજબ, ટિફ્ફની ક્યૂબેકથી ટોરન્ટો પિયસર્ન ઇન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહી હતી. પોસ્ટ મુજબ તે ફ્લાઇટમાં ઊંઘી ગઈ, પછી જ્યારે તેની ઊંઘ ખૂલી તો ચારે તરફ ઘોર અંધારું હતું.

  ટિફ્ફનીને પહેલા લાગ્યું કે તે કોઈ ખરાબ સપનું જોઈ રહી છે. તે ગભરાઈ ગઈ અને તેણે પોતાની મિત્રને ફોન કર્યો. પરંતુ તરત જ તેનો ફોન કપાઈ ગયો, કારણ કે ફોનની બેટરી ખતમ થઈ ચૂકી હતી. તેણે ફ્લાઇટની તમામ યૂએસબી પોર્ટમાં પોતાના ફોનને લગાવીને તેને ચાર્જ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફ્લાઇટમાં વીજળી નહોતી.

  આ પણ વાંચો, જાપાનમાં એક કીડાના કારણે રોકાઈ 26 ટ્રેન, જાણો શું છે સમગ્ર મામલો?

  ટિફ્ફનીના મિત્રે તેને કહાણી એર કેનેડાના ફેસબુક પેજ ઉપર પણ શેર કરી છે. જેમાં જણાવ્યું છે કે, અંધારાના કારણે ટિફ્ફનીને પેનિક અટેક આવી ગયો હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ ગઈ હતી. તેનો ડર વધતો જઈ રહ્યો હતો. અંધારામાં જ આમ-તેમ શોધ્યા બાદ તેને અંતે કોકપિટની પાસે ટોર્ચ મળી ગઈ. ટોર્ચના પ્રકાશમાં તે કોઈક રીતે એક દરવાજો ખોલી શકી, પરંતુ નીચે ઉતરી ન શકી, કારણ કે પ્લેનથી નીચે ઉતરવા માટે 50 ફુટ (15 મીટર) નીચે કૂદવાનું હતું અને એ તેના માટે ખૂબ મુશ્કેલ હતું.

  પોસ્ટ મુજબ, અંતે ટિફ્ફની એડમે ટોર્ચના પ્રકાશથી લગેજ કાર્ટ ડ્રાઇવરનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો. નસીબે કાર્ટ ડ્રાઇવરે તેને જોઈ લીધી. ત્યારબાદ તેને પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવી.

  એર કેનેડાએ આ ઘટના માટે ટિફ્ફની એડમ પાસે માફી માંગી છે. પરંતુ, આ ઘટના બાદ ટિફ્ફની ડરેલી અને માનસિક રીતે ઘણી પરેશાન રહેવા લાગી છે.

  આ પણ વાંચો, પાકિસ્તાનની આર્મી હોસ્પિટલમાં બ્લાસ્ટ, મસૂદ અઝહર ઘાયલ - રિપોર્ટ
  Published by:Mrunal Bhojak
  First published: