Home /News /world /

OMG! સપનામાં પતિ કરી રહ્યો હતો બીજા સાથે પ્રેમ, પત્નીએ શરીર પર નાખ્યું ઉકળતું પાણી

OMG! સપનામાં પતિ કરી રહ્યો હતો બીજા સાથે પ્રેમ, પત્નીએ શરીર પર નાખ્યું ઉકળતું પાણી

બોલિવિયાના લા પાઝ શહેરમાં ચોંકાવનારી ઘટના

આજે અમે તમને આવી જ દક્ષિણ અમેરિકા (South America)ના બોલિવિયા (Bolivia)માંથી સામે આવેલી ચોંકાવનારી ઘટના (woman poured boiling water on her husband) વિશે જણાવીશું જેમાં એક પતિને સપનામાં બીજા સાથે પ્રેમ કરવો મોંઘો પડ્યો.

    Woman Abuses Husband in Sleep: ઘણીવાર તમે પતિ-પત્ની અને તેમના એવા કિસ્સાઓ સાંભળ્યા હશે, જેમાં ત્રીજાને કારણે સંબંધોમાં ખટાશ આવી જાય છે, પરંતુ તમે સપનામાં પત્ની સાથે છેતરપિંડીનો કિસ્સો (Strange Incidents) સાંભળ્યો નથી. આટલું જ નહીં પતિને આની ભારે કિંમત પણ ચૂકવવી પડી છે. આ ચોંકાવનારી ઘટના દક્ષિણ અમેરિકા (South America)ના બોલિવિયા (Bolivia)ની છે, જ્યાં સપનામાં બીજી મહિલાને જોઈને ગુસ્સે થયેલી પત્નીએ તેના સૂતેલા પતિ પર ઉકળતું પાણી રેડ્યું. આ માટે પત્નીની પણ ધરપકડ કરવામાં આવી છે.

    ઊંઘમાં બીજી સ્ત્રીનું નામ લઈને તેની સાથે વાત કરતો હતો પતિ
    પત્નીએ સ્થાનિક મીડિયાને કહ્યું, 'મારા પતિ 45 વર્ષના છે. સૂતી વખતે તે બીજી સ્ત્રીનું નામ લઈને તેની સાથે વાત કરતો હતો અને તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો હતો. આ જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો. હું રસોડામાં ગઈ અને ઉકળતા પાણીથી ભરેલું વાસણ લાવી અને તેના આખા શરીર પર રેડ્યું.

    ખરાબ રીતે દાઝી જતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો
    પોલીસના જણાવ્યા અનુસાર ઉકળતા પાણીને કારણે પતિના હાથ, પીઠ, પ્રાઈવેટ પાર્ટ અને શરીરના અન્ય ભાગો ખરાબ રીતે દાઝી ગયા હતા, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે શું આ ઘટના અંગે પતિએ જ પોલીસને જાણ કરી હતી કે પછી પાડોશીઓએ ચીસો સાંભળીને આ સમાચાર તેમને આપ્યા હતા. સ્થાનિક પ્રશાસને આ મામલે તપાસ શરૂ કરી છે.

    આ પણ વાંચો: પ્રેમી સાથે ભાગી રહી હતી યુવતી, માતાએ પીછો કરી દીકરીને પકડી, જાણો પછી શું થયું...

    આ પહેલીવાર નથી કે પતિનીએ હુમલો કર્યો હોય
    સ્પેશિયલ ક્રાઈમ ફાઈટીંગ ફોર્સના ડેપ્યુટી ડાયરેક્ટર જુઆન જોસે કહ્યું કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ પતિ પર તેની પત્ની દ્વારા આટલી જીવલેણ રીતે હુમલો કરવામાં આવ્યો હોય. આ પહેલા મહિલાએ તેના પતિ પર દારૂ છાંટીને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે સમયે મહિલાએ ગુસ્સામાં આવીને તેના પતિ પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું નથી. અત્યારે જો સપનાના કારણે મહિલાએ આવું પગલું ભર્યું હોય તો તે ખૂબ જ ચોંકાવનારી વાત છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: OMG News, Shocking news, Viral news, World news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन